પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના પ્રવાસ દરમિયાન રાજકીય તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ સોમવારના રોજ બંગાળ માટે રૂ. 5,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકાર વિકાસના માર્ગમાં મોટી અવરોધરૂપ દિવાલ બની ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે, બંગાળ પરિવર્તન ઈચ્છે છે, ઉન્નતિ ઈચ્છે છે, પરંતુ રાજ્ય સરકારે વિકાસને અવરોધવાનો રસ્તો પસંદ કર્યો છે.
તેમણે રાજ્યની જનતાને સીધી અપીલ કરતા કહ્યું કે, “ભાજપને એક વાર તક આપો. તમે એવી સરકાર પસંદ કરો જે મહેનતુ, પ્રામાણિક અને મજબૂત હોય. બંગાળના વિકાસની ગતિ માટે નવો દિશા અને દ્રષ્ટિકોણ આપવો જરૂરી છે.” પીએમ મોદીએ પોતાનું સંબોધન શ્રાવણ માસની શુભકામનાઓ સાથે શરૂ કરી અને જણાવ્યું કે આ પવિત્ર સમયમાં બંગાળના વિકાસ પર્વનો ભાગ બનવું તેમના માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું કે આજના પ્રોજેક્ટ્સ રાજ્યને હાલની મંદી, બેરોજગારી અને સ્થળાંતર જેવી સમસ્યાઓમાંથી બહાર કાઢવાનું એક મોટું પગલું છે.
TMC का 'गुंडा टैक्स' बंगाल में रोक रहा निवेश… PM मोदी का सीएम ममता पर हमला
प्रधानमंत्री नरेंद्र मोदी ने दुर्गापुर में सभा को संबोधित करते हुए कहा कि टीएमसी सरकार, बंगाल के विकास के आगे दीवार बनकर खड़ी है, जिस दिन टीएमसी सरकार की ये दीवार गिरेगी, उसी दिन से बंगाल विकास की नई… pic.twitter.com/9fPidcgzHT
— One India News (@oneindianewscom) July 18, 2025
પીએમ મોદીએ બેરોજગારીના મુદ્દા પર પણ ભારપૂર્વક વાત કરી અને ચિંતા વ્યક્ત કરી કે પશ્ચિમ બંગાળ, જે પહેલાં રોજગાર માટે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું, આજે એ સ્થિતિ છે કે અહીંના યુવાનો પોતાનું વતન છોડીને નાની-મોટી નોકરીઓ માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી રહ્યા છે. તેમણે આ પરિવર્તનને દુખદ ગણાવ્યું અને કહ્યું કે આવા દૃશ્યો એ સાબિત કરે છે કે રાજ્યની નીતિ અને નેતૃત્વમાં ગંભીર ખામીઓ છે.
આદરશ ભવિષ્ય માટે, પીએમ મોદીએ બંગાળ માટે સમૃદ્ધ અને આત્મનિર્ભર વિકાસનું વિઝન રજૂ કર્યું અને જણાવ્યું કે કેન્દ્ર સરકારના પ્રયત્નો તટસ્થ છે, પણ રાજ્ય સરકારના અવરોધો જ મુખ્ય અડચણ છે. “જ્યારે ટીએમસી સરકાર ચાલતી જશે, ત્યારે જ બંગાળના વિકાસને સાચો વેગ મળશે,” તેમ તેમણે સ્પષ્ટ કહ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કોંગ્રેસ અને ટીએમસી બંને પર પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું કે લાંબા સમયથી બંગાળમાં જે શાસન ચાલી રહ્યું છે તે જનતાને પાછળ ધકેલી રહ્યું છે અને હવે બંગાળનો લોક કોંગ્રેસની જેમ ટીએમસીના ભ્રમમાંથી પણ બહાર આવશે.