સીબીએસઈ (CBSE)એ તાજેતરમાં દેશભરના તમામ સ્કૂલોને મહત્વપૂર્ણ ચેતવણી આપીને જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગંભીર જોખમ સર્જી શકે છે. બોર્ડને એવી ફરિયાદો મળી છે કે અનધિકૃત સ્ટોર્સ, દુકાનદાર અને ઑનલાઇન-ઓફલાઇન વેચાણકર્તાઓ નકલી પુસ્તકોએ મુશ્કેલી ઊભી કરી છે, જેમાં શૈક્ષણિક ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. આવા પુસ્તકો સામાન્ય રીતે ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમાં અનેક ગંભીર ખામીઓ જોવા મળે છે, જેમ કે કાચા ગુણવત્તાના કાગળ અને પ્રિન્ટ, ખોટી અથવા અધૂરી માહિતી, ખોટી છાપકામ અને વિષયવસ્તુમાં અનેક ભૂલો. આ સ્થિતિ વિદ્યાર્થીઓને ખોટી જાણકારી આપી તેમના આત્મવિશ્વાસ અને પરીક્ષા તૈયારીને અસર કરી શકે છે, તેથી બોર્ડે સ્કૂલોને તાત્કાલિક સાવધાન રહેવાનો નિર્દેશ આપ્યો છે.
CBSEએ તમામ સ્કૂલ હેડ્સને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માત્ર અસલી અને અધિકૃત રીતે પ્રકાશિત NCERT પુસ્તકો જ ખરીદવા તથા ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે. જો સ્કૂલ પોતે પુસ્તકોની ખરીદી કરે છે, તો તે માત્ર અધિકૃત ચેનલ દ્વારા જ કરવામાં આવે. આ અંગે જાગૃકતા ફેલાવવા માટે સ્કૂલોને આંતરિક પરિષદો, મીટિંગ્સ અને નોટિસ દ્વારા માહિતી શેર કરવાની સલાહ પણ આપવામાં આવી છે.
બોર્ડે ચાર અધિકૃત સ્ત્રોતો પણ જાહેર કર્યા છે જેમના મારફતે સાચી NCERT પુસ્તકો મેળવી શકાય:
1️⃣ NCERTનાં રિજનલ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ (RPDC)
2️⃣ NCERT વેબસાઇટ પર સૂચિબદ્ધ માન્ય વિક્રેતાઓ
3️⃣ NCERTની પોસ્ટલ ડિલિવરી સેવા
4️⃣ ઓથોરાઈઝ્ડ NCERT એમેઝોન સ્ટોરફ્રન્ટ
સ્કૂલોને જરૂરી હોય ત્યારે નજીકના RPDCથી મદદ લેવા પણ સૂચના આપવામાં આવી છે. સીબીએસઈએ સ્પષ્ટ કર્યું છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રમાણિક અને સાચી માહિતી ધરાવતા પાઠ્યપુસ્તકો અત્યંત આવશ્યક છે. નકલી પુસ્તકોનો ઉપયોગ વિદ્યાર્થીઓમાં ગૂંચવણ, ગેરસમજ અને ખોટા શૈક્ષણિક આધારનું કારણ બની શકે છે. તેથી બોર્ડે આ તમામ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવાની અપિલ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel