ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના યશસ્વી પ્રમુખ નીલભાઈ રાવ આગામી કાર્યક્રમોને લઈને ડેડીયાપાડા ખાતે આયોજિત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂતી, આવનારા કાર્યક્રમોની સફળ આયોજન વ્યવસ્થા તેમજ બૂથ સ્તર સુધી કાર્યકર્તાઓને સક્રિય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
જિલ્લા પ્રમુખએ પોતાના માર્ગદર્શન દરમિયાન જણાવ્યું હતું કે, સંગઠનની શક્તિ કાર્યકર્તાઓમાં છે અને દરેક કાર્યકર સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે સંકલ્પબદ્ધ બની કાર્ય કરવું જરૂરી છે. તેમણે આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે તાલુકા અને મંડલ સ્તરે સચોટ આયોજન, જવાબદારી વિતરણ અને ટીમ વર્ક પર ભાર મુક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા મહામંત્રી હિતેશભાઈ વસાવા, પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય પર્યુષાબેન વસાવા, ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ વસાવા, આગેવાન રણજીતભાઈ ટેલર, ડેડીયાપાડા મંડલ પ્રમુખ મનસુખભાઈ વસાવા, મંડલ મહામંત્રીઓ રમેશભાઈ વસાવા અને મોહનભાઈ વસાવા તેમજ જિલ્લા હોદેદારઓ, જિલ્લા મોરચાના પ્રમુખઓ/મહામંત્રીઓ, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ, આઈ.ટી. વિભાગ ઈન્ચાર્જ, શક્તિકેન્દ્ર સંયોજકઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક અંતે તમામ કાર્યકર્તાઓએ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આગામી કાર્યક્રમોને ભવ્ય સફળતા અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom