બિહારમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી હેઠળ કુલ 71 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગની બેઠકો પ્રથમ તબક્કામાં આવતી હોવાથી ભાજપે શરૂઆતથી જ ચૂંટણીની વ્યૂહરચના મજબૂત બનાવી છે. આ યાદીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને ફરીથી તક આપવામાં આવી છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, ભાજપના રાજ્ય અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને તારાપુરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જે ભાજપ માટે મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बिहार विधानसभा चुनाव-2025 के लिए चयनित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजयश्री की अग्रिम शुभकामनाएं।#आएगी_NDA pic.twitter.com/vENiqKpx1w
— BJP Bihar (@BJP4Bihar) October 14, 2025
યાદી મુજબ, પટના સાહિબ બેઠક પરથી વરિષ્ઠ નેતા નંદ કિશોર યાદવની ટિકિટ કાપી દેવામાં આવી છે અને તેમની જગ્યાએ રત્નેશ કુશવાહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નંદ કિશોર યાદવ છેલ્લા સાત વખતથી આ બેઠક પરથી જીતતા આવ્યા છે, પરંતુ આ વખત તેમની જગ્યાએ નવા ઉમેદવારને તક મળી છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા નંદ કિશોર યાદવે જણાવ્યું કે તેઓ પાર્ટીના નિર્ણયનો માન રાખે છે અને ભાજપે તેમને ઘણું આપ્યું છે. તેમણે નવી પેઢીના નેતાઓને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું કે પટના સાહિબના લોકોએ વર્ષો સુધી જે પ્રેમ અને સહકાર આપ્યો છે, તે માટે તેઓ હંમેશા આભારી રહેશે.
પાર્ટીએ ખજૌલી બેઠક પરથી અરુણ પ્રસાદને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જોકે અગાઉ એવી અટકળો હતી કે ઉપેન્દ્ર કુશવાહા આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, પરંતુ ભાજપે અંતે અરુણ પ્રસાદ પર વિશ્વાસ મૂક્યો છે. એનડીએ ગઠબંધનમાં બેઠક વહેંચણી બાદ ભાજપને કુલ 101 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. બાકીની બેઠકો માટેની જાહેરાત બીજી યાદીમાં કરવામાં આવશે. ભાજપની આ પ્રથમ યાદીથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી યુવા અને અનુભવી નેતાઓ વચ્ચે સંતુલન જાળવતા ચૂંટણીમાં ઉતરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel