દાતાઓ દ્વારા પ્રકૃતિ પ્રેમ અને કેળવણી હેતુ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સખાવત લાભ મળ્યો છે. વિદ્યાર્થીઓને ચકલી માળા અને કુંડાનું વિતરણ થયું છે.
શિક્ષણ સાથે જ પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે સંવેદના પ્રગટે તે જરૂરી છે, આ માટે ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં ચકલી માળા અને પાણીનાં કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
ઈશ્વરિયા ગામનાં વતની અને ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણી તરફથી દાતાઓ દ્વારા પ્રકૃતિ પ્રેમ અને કેળવણી હેતુ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં આ સખાવત લાભ મળ્યો છે.
શાળામાં ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત સંયોજક મૂકેશ પંડિતના સંકલન સાથે આ વિતરણ થયું. શાળા પરિવારના વિપુલભાઈ મકવાણા, જિગીષાબેન જાળિયા અને ભગીરથભાઈ સાંગા દ્વારા વિદ્યાર્થીઓને આ સંદર્ભે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel