બિહાર પ્રદેશની એક રેલી દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સ્વ. માતાજી હીરાબા વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અયોગ્ય અને જઘન્ય કૃત્ય કર્યું હતું.
આ ઘટનાના વિરોધમાં પાટણ જિલ્લા ભાજપ દ્વારા આજે પૂતળા દહન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં પ્રદેશ સંગઠનના પદાધિકારીઓ, પાટણ જિલ્લા તથા શહેર સંગઠનના આગેવાનો, યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, અનુસૂચિત જાતિ-જનજાતિ મોરચા, લઘુમતી મોરચાના પદાધિકારીઓ તેમજ શહેરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને આર.જે.ડી. વિરુદ્ધ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાનના પરિવાર વિષે અપશબ્દો વાપરનાર નેતાઓને જાહેર માફી માંગવાની માંગણી કરી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel