લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભારે અથડામણો અને હિંસા થઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લદાખના બહુજન વિસ્તારોમાં આ હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે સોનમ વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજ ભૂખ હડતાળ શરૂ કરી, તેમ છતાં તેમની માંગણીઓ પહેલેથી જ ઉચ્ચ સ્તરીય સમિતિ (HPC) દ્વારા ચર્ચામાં આવી રહી હતી. કેન્દ્ર સરકારે 45% અનુસૂચિત જનજાતિ અનામતને વધારી 84% કરી, કાઉન્સિલોમાં મહિલાઓને 1/3 અનામત આપીને ભોટી અને પુર્ગી ભાષાઓને સત્તાવાર માન્યતા આપી, તેમજ 1,800 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી હતી. છતાં, વાંગચુકે ‘આરબ સ્પ્રિંગ’ અને ‘Gen Z’ ચળવળોનો ઉલ્લેખ કરીને ટોળાને ઉશ્કેરવા માટે પ્રેરણા આપી હોવાનું કેન્દ્ર તરફથી આરોપ મૂકાયો છે.
An assembly of five or more persons is banned in the district; No procession, rally or march to be carried out without prior written approval in Leh, says an order from the District Magistrate, following protests by locals demanding statehood. https://t.co/TMn02a3N1U pic.twitter.com/OhOjrbu11J
— ANI (@ANI) September 24, 2025
24 સપ્ટેમ્બરના રોજ લેહમાં ટોળાએ હિંસક ટોળા તરીકે કાર્ય કર્યું. તેમણે રાજકીય પાર્ટી કાર્યાલય અને CEC ઓફિસમાં આગ લગાવી, પોલીસ વાહનો સળગાવી, અને 30થી વધુ સુરક્ષા કર્મચારીઓને ઘાયલ કર્યા. પરિસ્થિતિ બહાર જતાં, પોલીસને સ્વ-બચાવમાં ગોળીબાર કરવો પડ્યો, જેના પરિણામે કેટલાક લોકોના મૃત્યુ થયા. સાંજે 4 વાગ્યા સુધી પોલીસ અને તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાયા હતા. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર લદાખની આકાંક્ષાઓ અને બંધારણીય અધિકારો માટે પ્રતિબદ્ધ છે અને સતત વાતચીત પ્રક્રિયામાં લાગેલી હતી.
#WATCH | Leh, Ladakh: A massive protest by the people of Ladakh demanding statehood and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with police in Leh. pic.twitter.com/VM3ICMkl4K
— ANI (@ANI) September 24, 2025
સુરક્ષા અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા છે. લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા, વિરોધ પ્રદર્શન અને રેલીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે અને તેનો ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, જાહેર શાંતિ ભંગ અથવા ખતરો ઊભો કરવાનો પ્રયાસ કરતી ભાષણો પર પ્રતિબંધ છે, જેના ઉલ્લંઘન માટે કલમ 223 હેઠળ કાર્યવાહી થશે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
#WATCH | Leh, Ladakh: BJP Office in Leh set on fire during a massive protest by the people of Ladakh demanding statehoothe d and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with Police. https://t.co/yQTyrMUK7q pic.twitter.com/x4VqkV8tdd
— ANI (@ANI) September 24, 2025
આંદોલન દરમિયાન જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે 15 દિવસ પછી પોતાનો ઉપવાસ તોડી તમામ યુવાનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, હિંસા અને આગચાંપવાની ઘટનાઓ આંદોલનની નૈતિકતાને નબળા બનાવી શકે છે. તેમણે કહ્યું, “કોઈપણ પ્રકારની હિંસા કરવાથી આંદોલન સફળ નહીં થાય, ત્યાં સુધી સંઘર્ષમાં કોઈનો જીવ નહીં જાય.” તેમના ઉપવાસ તોડવાની સાથે જ, તેમણે તંત્રને ટિયર ગેસના સેલ ન છોડવા સૂચના આપી છે.
આ મુદ્દે કેન્દ્ર ગૃહ મંત્રાલય 6 ઑક્ટોબરે લદાખના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી યોગ્ય માર્ગદર્શન આપશે. આ બેઠક લદાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાના અને રાજ્યનો દરજ્જો આપવા સંબંધિત તમામ માહીતી અને વિકાસ અંગે ચર્ચા માટે મહત્વપૂર્ણ રહેશે. આ ઘટનાઓ સમગ્ર લદાખ માટે કાયદો-વ્યવસ્થાની જાળવણી અને શાંતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ દર્શાવે છે, જ્યાં તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ બંને સંવેદનશીલ અને વ્યાવસાયિક સ્થિતિમાં આગળ વધતા જોવા મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel