તાજેતરમાં દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપને ફરજિયાત રીતે પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ઓપ્પો, વિવો સહિતની મોબાઇલ કંપનીઓને આવું કરવા માટે 90 દિવસની સમયસીમા આપવામાં આવી હતી. પરંતુ હવે સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. સરકારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કર્યું છે કે સંચાર સાથી એપ નાગરિકોને સાયબર જોખમોથી સુરક્ષિત રાખવા અને તેમને સાયબર ફ્રોડથી બચાવવા મદદરૂપ થાય તેવા હેતુથી બનાવવામાં આવી છે. આ એપ સંપૂર્ણ સુરક્ષિત છે અને નાગરિકોની ભાગીદારીથી સાયબર ક્રાઈમ સામે સંયુક્ત લડત ઉભી થાય, એ તેનો મુખ્ય ઉદ્દેશ છે.
Government removes mandatory pre-installation of Sanchar Saathi App.
"The Government with an intent to provide access to cyber security to all citizens had mandated pre-installation of Sanchar Saathi app on all smartphones. The app is secure and purely meant to help citizens… pic.twitter.com/u4AgSuLrkh
— ANI (@ANI) December 3, 2025
સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધી 1.4 કરોડથી વધુ યુઝર્સ આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે અને તેઓ દરરોજ આશરે 2000 જેટલી છેતરપિંડીની ઘટનાઓ વિશે માહિતી આપી રહ્યાં છે. એટલે કે, એપ દ્વારા લોકો સાયબર ફ્રોડ વિશે સતર્કતા વધારી રહ્યાં છે અને સરકારને ગુનાખોરી સામે રીઅલટાઈમ ડેટા ઉપલબ્ધ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ લગભગ 6 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી — જે સામાન્ય દિવસોની તુલનામાં 10 ગણો વધારો છે. આથી સરકારે આ નિષ્કર્ષ કાઢ્યો કે લોકો સ્વયં પ્રેરિત થઈને એપ ઇન્સ્ટોલ કરી રહ્યા છે અને એપના ઉપયોગ પર વિશ્વાસ મુકતા જાય છે.
એટલા માટે, સરકારનું માનવું છે કે પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત બનાવવાની જરૂર હવે રહી નથી. સંચાર સાથી એપનો સ્વીકાર સ્વાભાવિક રીતે વધી રહ્યો છે અને લોકો સ્વેચ્છાએ તેને અપનાવી રહ્યા છે. આ વધતી જનભાગીદારીને ધ્યાનમાં રાખીને સરકારે મોબાઇલ ઉત્પાદકો માટે પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત ન રાખવાનો નિર્ણય લીધો છે. હવે એપ ડાઉનલોડ કરવાનો નિર્ણય નાગરિકો પર જ છોડવામાં આવ્યો છે, જ્યારે સરકારે સાયબર સુરક્ષા અને ડિજિટલ સલામતી માટે જાગૃતિ અભિયાન ચાલુ જ રાખવાની જાહેરાત કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel