આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે તા. ૨૬ના રોજ ડેડીયાપાડા તાલુકાના ખોખરા ઉમર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે નર્મદા જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવે શ્રી કમલમ્, નર્મદા, રાજપીપલા ખાતે માહિતી આપતા જણાવ્યું હતું કે કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાનું વિશેષ અભિવાદન કરવામાં આવશે.કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંત બનાવશે.
ભગવાન બિરસા મુંડા ને પુષ્પાંજલિ સવારે 9:00 વાગ્યે ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ડેડીયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાશે.
જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવે જણાવ્યું હતું કે આદિવાસી ગૌરવ દિવસ આદિવાસી સમાજના શૌર્ય, સંસ્કૃતિ અને યોગદાનને વંદન કરવાનો દિવસ છે. કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને તેમના અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે.સર્વે કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel