ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં રામસર સાઇટ્સની સંખ્યા પાંચ પહોંચી છે, જે ગુજરાતની પર્યાવરણ અને વેટલેન્ડ્સ સંરક્ષણમાં અગ્રેસરતા દર્શાવે છે.
Delighted that the Patna Bird Sanctuary in Etah (Uttar Pradesh) and Chhari-Dhand in Kutch (Gujarat) are Ramsar sites. Congratulations to the local population there as well as all those passionate about wetland conservation. These recognitions reaffirm our commitment to preserving… https://t.co/0O3R5TBqbJ
— Narendra Modi (@narendramodi) January 31, 2026
કેન્દ્ર સરકારની આ જાહેરાત ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ (2 ફેબ્રુઆરી 2026) પહેલા કરવામાં આવી હતી. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ પ્રસંગની માહિતી આપી હતી. ભારતની રામસર સાઇટ્સની સંખ્યા 2014માં માત્ર 26 હતી, જે હવે 98 પર પહોંચી છે. છારી-ઢંઢ ઉપરાંત ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
Excellent news for Gujarat’s biodiversity!
Inclusion of Chhari-Dhandh Bird Sanctuary as a Ramsar Site is a testament to our unwavering commitment to wetland conservation.
This reflects the success of our holistic approach toward environmental protection. Following the path… https://t.co/0jvI6tfH3E
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 31, 2026
ગુજરાતની રામસર સાઇટ્સની યાદી:
1. નળ સરોવર પક્ષી અભયારણ્ય (અમદાવાદ/સુરેન્દ્રનગર)
2. થોળ પક્ષી અભયારણ્ય (મહેસાણા)
3. ખીજડીયા પક્ષી અભયારણ્ય (જામનગર)
4. વઢવાણા વેટલેન્ડ (વડોદરા)
5. છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ (નવી ઉમેરાયેલી)
છારી-ઢંઢ ઉમેરાથી રાજ્યની આ યાદી વધુ મજબૂત બની છે. કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. લગભગ 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે અનોખું નિવાસસ્થાન ધરાવે છે. વર્ષ 2008માં છારી-ઢંઢને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.
છારી-ઢંઢમાં પક્ષીઓની 250 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. શિયાળાના મહિનો દરમિયાન સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપથી 30 હજારથી 40 હજાર જેટલા કોમન ક્રેન, પેણ અને ફ્લેમિંગો અહીં પહોંચી જાય છે. આ ઉપરાંત ડાલમેશિયન પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક-નેક્ડ સ્ટોર્ક જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું પણ અહીં આશ્રય છે. પક્ષીઓ ઉપરાંત ચિંકારા, રણ લોમડી (Desert Fox), હેણોતરો (Caracal), રણ બિલાડી અને વરુ જેવા પ્રાણીઓ પણ સુરક્ષિત રીતે વસે છે.


છારી-ઢંઢને રામસર સાઇટનો દરજ્જો મળવાથી અનેક ફાયદા થશે. પ્રથમ, સંરક્ષણ માટે વૈશ્વિક માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય ઉપલબ્ધ થશે. બીજા, ઇકો-ટૂરિઝમનો વિકાસ થશે, જે કચ્છની પ્રવાસન ઓળખને મજબૂત કરશે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરશે. ત્રીજા, જૈવ વૈવિધ્યતાના જતન માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મોનિટરિંગ પણ થશે.
ગુજરાતમાં વેટલેન્ડ્સનો વિસ્તાર ભારતમાં અનન્ય છે. રાજ્યમાં કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા કરતા વધુ હિસ્સો ફેલાયેલું છે, લગભગ 3.5 મિલિયન હેક્ટરમાં, જે રાજ્યના કુલ ભૂગોળના 17.8 ટકા જેટલો ભાગ ધરાવે છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન દ્વારા આ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે સતત વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે. છારી-ઢંઢને રામસર સાઇટનો દરજ્જો મળવાથી ગુજરાતનો વેટલેન્ડ સંરક્ષણ ક્ષેત્રે વિશ્વમાં દબદબો વધુ મજબૂત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel