કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બરે રાજ્યસભામાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠના અવસરે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અંગે કરેલી ટિપ્પણીઓથી થઈ હતી, જેના જવાબમાં શાહે કોંગ્રેસની ઐતિહાસિક નીતિઓને નિશાન બનાવી હતી.
શાહે જણાવ્યું કે ‘વંદે માતરમ્’ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કરોડો ભારતીયો માટે રાષ્ટ્રવાદ અને એકતાનું શક્તિશાળી પ્રતીક રહ્યું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ આ ગીતની માત્ર પ્રથમ કડીને જ રાષ્ટ્રગાન તરીકે અપનાવવો તે તેમના મતે ઐતિહાસિક ભૂલ હતી, જે તુષ્ટિકરણની રાજનીતિનું પરિણામ છે. તેમણે દાવો કર્યો કે જો આ ગીતનું “વિભાજન” તુષ્ટિકરણને કારણે ન કરવામાં આવ્યું હોત, તો ભારતના ભાગલા ટાળી શકાયા હોત.
#WATCH | Union Home Minister Amit Shah says, "Some members raised questions in the Lok Sabha on the need for these discussions on Vande Mataram. The need for discussion on Vande Mataram, the need for dedication towards Vande Mataram, was important back then; it is needed now, and… pic.twitter.com/BXJukCsnDT
— ANI (@ANI) December 9, 2025
ગૃહમંત્રીએ આગળ ઇન્દિરા ગાંધીના કાર્યકાળ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે ‘વંદે માતરમ્’ની 100મી વર્ષગાંઠ ઉજવાઈ રહી હતી ત્યારે ઇન્દિરા ગાંધીએ આ ગીત ગાનારાઓને જેલમાં ધકેલી દીધા, આકસ્મિક કટોકટી લાદવામાં આવી, વિપક્ષ, પ્રેસ અને સામાજિક કાર્યકરોને દબાવવામાં આવ્યા.
શાહે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેમના નેતૃત્વમાં સંસદમાં ‘વંદે માતરમ્’ ગાવાનું બંધ કરવામાં આવ્યું. તેમણે યાદ અપાવ્યું કે 1992માં ભાજપના સાંસદ રામ નાઈકએ આ મુદ્દો ફરી ઉઠાવ્યો હતો અને ત્યારે વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીએ લોકસભાના અધ્યક્ષને વિનંતી કરી હતી કે ગૃહમાં આ ગીત ગવવું જ જોઈએ.
#WATCH | Union Home Minister Amit Shah says, "… Congress MPs are questioning the need for having discussions on Vande Mataram and calling it a political strategy and a way of diverting from the issues. Nobody is scared of discussions on issues. We are not the ones boycotting… pic.twitter.com/iMYau9Gkes
— ANI (@ANI) December 9, 2025
અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે ‘વંદે માતરમ્’ પર ચર્ચા એ સમયેજ જરૂરી હતી જ્યારે ગીત રચાયું, સ્વતંત્રતા ચળવળ દરમ્યાન પણ તે મહત્વનું હતું અને આજેય એટલું જ જરૂરી છે. તેઓએ કહ્યું કે 2047માં જ્યારે દેશ ‘વિકસિત ભારત’ બનશે ત્યારે પણ આ ચર્ચા એટલી જ મહત્વસભર રહેશે.
ગૃહમંત્રીએ અંતમાં જણાવ્યું કે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે ખુલ્લી છે, પરંતુ સંસદના કાર્યમાં અવરોધ ન ઊભો કરવામાં આવે. તેમણે કોંગ્રેસ પર ઐતિહાસિક રીતે ‘વંદે માતરમ્’થી દૂર રહેવાનો આરોપ લગાવતા જણાવ્યું કે આ વિવાદ દાયકાઓ પહેલાં નેહરુ દ્વારા લેવાયેલા નિર્ણયોથી શરૂ થયો હતો, જેનો પ્રભાવ આજે પણ જોવા મળે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel