click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ
Gujarat

કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ

આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીનો પદગ્રહણ સમારોહ યોજાયો.

Last updated: 2025/10/04 at 4:55 પી એમ(PM)
One India News Team
Share
17 Min Read
SHARE

મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને પ્રસ્થાપિત કર્યુ . –  ભુપેન્દ્ર યાદવ

નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીને ખૂબ ખૂબ શુભકામના. – ભુપેન્દ્ર યાદવ

મારા કાર્યકાળ દરમિયાન કેટલાક કાર્યકર્તાને નુકશાન થયુ હશે, કેટલાકને ફાયદો થયો હશે પરંતુ મારો ઇરાદો કોઇને નુકશાન કરવાનો ન હતો,પાર્ટીના હિતમાં નુકશાન થયુ હશે તેના માટે મને માફ કરી દેજો. – સી.આર.પાટીલ

મારા કાર્યકાળ દરમિયાન અંગત કારણોસર ક્યારેય કોઇ નિર્ણય નથી કર્યો તેની ખાતરી આપું છું. –  સી.આર.પાટીલ

આજે એક કાર્યકર્તા તરીકે નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીની સાથે તેમની પડખે છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે ગુજરાત ભાજપનો એક એક કાર્યકર્તા તમારી સાથે કદમ થી કદમ મિલાવી ચાલશે.
– સી.આર.પાટીલ

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે તેમની બધી અપેક્ષાઓને પુર્ણ કરી શક્યા, ગુજરાતના સૌ મતદારો,કાર્યકર્તાઓનો દિલથી આભાર.
– સી.આર.પાટીલ

ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીને ખૂબ ખૂબ શુભેચ્છા. –  ભુપેન્દ્રભાઇ પટેલ

સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં પાર્ટીના કાર્યકર્તાઓ ટેક્નોલોજીનો ઉપયોગ સારી રીતે કર્યો, આપણા નવા અધ્યક્ષ જગદીશભાઇ પણ ટેકનોસેવી છે અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી સારા પરિણામ મેળવી શકીશું.
– ભુપેન્દ્રભાઇ પટેલ

સરકાર હોય કે સંગઠનમા જે કાર્યકર્તાને જે જવાબદારી મળી તે સારી રીતે પુર્ણ કરવા પ્રયાસ કર્યો છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી એક વટવૃક્ષ બન્યું છે.
– ભુપેન્દ્રભાઇ પટેલ

મારી ઓળખ કેસરિયો અને કમળ છે. –  જગદીશભાઇ વિશ્વકર્મા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીતે શિર્ષ નેતૃત્વએ મને જે જવાબદારી આપી છે, જે વિશ્વાસ મુક્યો છે તે બદલ શિર્ષ નેતૃત્વના ચરણોમાં વંદન.
–  જગદીશભાઇ વિશ્વકર્મા

મારા જેવા બુથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને પાર્ટીએ જે જવાબદારી આપી છે તે જવાબદારીની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા.
–  જગદીશભાઇ વિશ્વકર્મા

પ્રદેશ અધ્યક્ષ એ સાચી ઓળખ નહી પરંતુ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. –  જગદીશભાઇ વિશ્વકર્મા

આજે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મારી એકલાની નથી પરંતુ ભાજપના તમામ કાર્યકર્તાઓની છે. –  જગદીશભાઇ વિશ્વકર્મા

બુથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આંખો સરખી છે.
–  જગદીશભાઇ વિશ્વકર્મા

સૌ કાર્યકર્તાઓના સાથ સહકારથી ટીમ ગુજરાત ભાજપ થકી ગુજરાતની જનતાની સેવામાં સાથે મળી તનતોડ પ્રયાસ કરીએ –  જગદીશભાઇ વિશ્વકર્મા

સંગઠન પર્વ અંતર્ગત પાર્ટીના માર્ગદર્શન અને આપ સૌના સાથ સહકારથી 50 હજાર 677 બુથમાં,580 મંડળમાં અને 41 જિલ્લા મહાનગરોમાં ચૂંટણી પુર્ણ કરવામાં આવી છે. –  ઉદયભાઇ કાનગડ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીના પદહગ્રહણ સમારોહ યોજાયો.

આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રિય ચૂંટણી ઇન્ચાર્જ ડો.કે.લક્ષ્મણજી, ગુજરાત પ્રભારી તેમજ કેન્દ્રિય મંત્રી ભુપેન્દ્ર યાદવજી, કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી,ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પુર્વ પ્રભારી, કેન્દ્રિયમંત્રી તેમજ ચૂંટણીના નિરિક્ષક ભુપેન્દ્રભાઇ યાદવજીએ નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી.

ભુપેન્દ્રભાઇ યાદવજી સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સંગઠનની દ્રષ્ટીએ દેશના ઉત્કૃષ્ટ રાજયોમાં રહ્યુ છે. મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે, સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ બન્યુ છે કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને પ્રસ્થાપિત કર્યુ છે. વિકાસના મોડલને પ્રસ્થાપિત કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે. બુથ થી લઇને પ્રદેશ સ્તર સુઘીની વર્તમાન ગુજરાત ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થયા પછી મતદાર યાદીને જાહેર કરી અને 3 ઓક્ટોમ્બરે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ માટેના ફોર્મ પણ ગઇકાલે ભરવામાં આવ્યા હતા. પ્રદેશ ચૂંટણી અધિકારીએ ઉદયભાઇ કાનગડે ચૂંટણી ફોર્મની ચકાસણી કરી હતી અને જેમાં એક જ ફોર્મ ભરવામાં આવ્યું હતું. સૌની સર્વસહમંતીથી જગદીશ વિશ્વકર્માજીને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બિનહરિફ જાહેર કરવામાં આવે છે.

યાદવજીએ વધુમાં જણાવ્યું કે, નવનીયુકત પ્રદેશ પ્રમુખ જગદીશભાઇએ પાર્ટીના બુથ સ્તરના ઇન્ચાર્જ તરીકે કાર્ય કર્યુ છે. ઠક્કરબાપા નગર વિસ્તારથી પાર્ટીના કાર્યકર્તા તરીકે રાજનીતીક યાત્રાની શરૂઆત કરી. અમદાવાદ મહાનગરના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ તેમણે સફળતા પુર્વક નિભાવી છે. સતત ત્રણ વખત તેઓ નિકોલ વિસ્તારના ઘારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા અને હાલ સરકારમાં મંત્રી તરીકેની પણ સેવા આપી રહ્યા છે. જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંગઠન અને સરકારમાં જે સમન્વય સાથે કાર્યકર્યુ છે તે બદલ તેમને શુભકામના પાઠવું છું. આ કાર્યક્રમમાં 39 રાષ્ટ્રીય પરિષદના યાદી પણ બિનહરિફ થઇ છે.

સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સવા પાંચ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને અમિતભાઇ શાહ સાહેબે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી હતી ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ ?. સંઘના કાર્યશાળામાં કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને મળવી જોઇએ તેવો આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે તે નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. આપ સૌના સાથ સહકાર તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ અમિતભાઇ શાહ સાહેબના આશિર્વાદ અને માર્ગદર્શન હતું તેના કારણે મારા સમયગાળામાં જે પણ પડકારો ગુજરાત ભાજપ સામે આવ્યા તેને સફળતા પુર્વક પુર્ણ કરી શકયા તેમાં તમારા સૌની મહત્વની ભૂમિકા રહી છે.

પાટીલજીએ વધુમાં જણાવ્યુંક કે, 2022 ની વિઘાનસભા ચૂંટણીમાં 182 બેઠક જીતવાના સંકલ્પ સાથે આગળ વઘ્યા હતા અને 156 બેઠક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા. 2024ની લોકસભામાં પણ 26 માંથી 25 બેઠકો જીતવામાં સફળતા મળી. બંને વખતે 22-24માં એક-એક કરોડની લીડ મળી હતી. 2022ની વિઘાનસભામાં 26 બેઠક હાર્યા હતા તેનુ ટોટલ વિરોઘ પક્ષને મળેલ લીડ ફકત 3 લાખ અને પાંચ હજાર હતી. આટલી મોટી લીડ મળ્યા પછી પણ 26 બેઠક ગુમાવી પડે તે આપણુ દુરભાગ્ય છે. જે તે વિસ્તારના કાર્યકર્તાઓની નાની-મોટી ભુલ રહી હશે તેમજ પ્રદેશ અધ્યક્ષ તરીકેની મારી જવાબદારીમાં કંઇક કમી રહી હશે તેના કારણે 26 બેઠકો ગુમાવી હતી. વિઘાનસભા ચૂંટણીમાંથી 65 થી વધુ બેઠકો ભાજપના કાર્યકર્તાઓએ આચંકી લીઘી હતી. 9 બેઠકો એવી હતી કે જેમા ક્યારેય ભાજપ જીત્યુ ન હતું. 2022મા 9 બેઠક જીતવા સંકલ્પ કર્યો હતો અને તેમા 6 બેઠક જે ક્યારેય નહોતા જીત્યા તે આપણા કાર્યકર્તા જીતી શકયા. આવતી વિઘાનસભામાં 182 બેઠકો જીતવાનો સંકલ્પ આપણે કરીએ.

પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, દિલ્હીથી એક પાર્ટી આવી તેને પત્રકાર મિત્રોને કહ્યુ કે લખી લો અમારી સરકાર આવે છે તેઓ ખોટો પ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કશુ ન કર્યુ. મને પણ ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મે તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું કારણ કે મને વિશ્વાસ હતો મારા વતી ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ જવાબ આપશે. ગુજરાતના મતદારોએ 126 બેઠક પર દિલ્હીથી આવેલ પાર્ટીની ડિપોઝીટ જપ્ત કરાવી નાખી. ગુજરાતની ખો ભુલી જવાય તે પ્રકારનો પાઠ ગુજરાતના મતદારોન અને કાર્યકર્તાઓએ તેમને ભણાવ્યો હતો. કોંગ્રેસ અને દિલ્હીથી આવેલ પાર્ટીના મતનું ટોટલ કરીએ તો પણ ભાજપના ઉમેદવારોની લીડ વધુ છે. ભવિષ્યમાં પણ ગુજરાત ભાજપને નુકશાન કરવાની કોંગ્રેસ કે દિલ્હીની પાર્ટીની કોઇ તાકાત નથી.

રાજકીય જ નહી પણ સંગઠનમાં પણ 350 જેટલા સહકારી ક્ષેત્રોમાં ચૂંટણી લડયા અને 349 જેટલી અલગ-અલગ સહકારી સંસ્થાઓમાં ભાજપના આગેવાનો જીત્યા છે. મેડેન્ટ પ્રથા આવી કેટલાક લોકોને ન ગમ્યું કોંગ્રેસ સાથે ગંઠબંઘન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઇ જતા લોકોને ન ગમ્યુ તેમને અપ્રચાર કર્યો કે આ મેડેન્ડ પ્રથા ન હોવી જોઇએ પરંતુ ભાજપનું સંગઠન શિસ્ત સાથે બંઘાયેલું છે,ભાજપનો કાર્યકર્તા કઇ પણ કરે તે પાર્ટીની જાણમાં હોવું જોઇએ. આપણે 60 વર્ષીથી વધુ ઉમંરના લોકોને કોર્પોરેશન કે જીલ્લા-તાલુકા પંચાયતમા ટીકિટ ન આપી પણ તેના કારણે નવા લોકો આવ્યા. જીતવાની ટેવ ભાજપના કાર્યકર્તાઓમને મે એક મંત્ર આપ્યો હતો મે કહ્યુ હતુ કે આપણો જન્મ જીતવા માટે થયો છે તમે સૌએ આ મંત્રને સાર્થક કર્યો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે તેમની બધી અપેક્ષાઓને પુર્ણ કરી શક્યા. ગુજરાતના દરેક મતદારો,કાર્યકર્તાઓનો દિલથી આભાર વ્યકત કર્યો.

પાટીલજીએ વધુમાં જણાવ્યું, મને અફસોસ છે કે આપણે 182 બેઠક ન જીતી શક્યા અને 156 અટકયા અને પેટા ચૂંટણી જીતી આપણે 162 બેઠકો મેળવી પણ 182 ન જીતી શક્યાનો અફસોસ મને રહેશે. લોકસભામા પણ મારા અધ્યક્ષ કાર્યકાળમાં એક બેઠક ગુમાવી તેના હારની જવાબદારી સ્વીકારુ છું અને ફરી ન થાય તેની કાળજી લેવા આપ સૌને વિનંતી કરું છે. આજે નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીને કાર્યકર્તા તરીકે તેમની સાથે છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે ગુજરાત ભાજપનો એક એક કાર્યકર્તા તમારી સાથે કદમ થી કદમ મિલાવી ચાલશે. ગુજરાત મોડલ છે ગુજરાત મોડલ વિકાસનું હોય કે સંગઠનનું હોય તેને ક્યારેય કોઇ અટકાવી શકશે નહી. મારા કાર્યકાળ દરમિયાન કેટલાક કાર્યકર્તાને નુકશાન થયુ હશે, કેટલાકને ફાયદો થયો હશે પરંતુ મારો ઇરાદો કોઇને નુકશાન કરવાનો ન હતો,પાર્ટીના હિતમા નુકશાન થયુ હશે તેના માટે મને માફ કરી દેજો. અંગત કારણો સર ક્યારેય કોઇ નિર્ણય નથી કર્યો તેની ખાતરી આપું છું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે વિદેશની ધરતી પર રહી દેશની આઝાદી માટે રાષ્ટ્ર ભક્તિ જગાવવા અમર થયેલા ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માજીની આજે 167મી જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં વંદન. ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીને ખૂબ ખૂબ શુભેચ્છા.નવ નિયુકત અધ્યક્ષ અને અધ્યક્ષનો જુસ્સો આપણે સૌએ જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જુસ્સો સૌ કાર્યકર્તાના બળે આમ જ વધ્યા કરે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ટેકનોલોજી પર ખૂબ જ ભાર મુક્યો છે અને ટેકનોલોજીના આઘારે સારી રીતે આગળ વઘી શકાય અને વિશ્વના દેશો સાથે કદમ થી કદમ મિલાવવા ટેકનોલોજી નો ઉપયોગ જરૂરી છે.

સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં પાર્ટીના કાર્યકર્તાઓ ટેક્નોલોજીનો ઉપયોગ સારી રીતે કર્યો, આપણા નવા અધ્યક્ષ જગદીશભાઇ પણ ટેકનોસેવી છે અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી સારા પરિણામ મેળવી શકીશું. આપણા નવ નિયુક્ત અધ્યક્ષશ્રી જગદીશભાઇએ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પણ જવાબદારી સારી રીતે સંભાળી હતી અને મંત્રી તરીકેની પણ જવાબદારી તેમને ખૂબ જ સુંદર રીતે નિભાવી છે, ભારતીય જનતા પાર્ટી હમેંશા સંગઠન અને સરકારના તાલમેલથી આગળ વઘી છે અને આ જ આપણી તાકાત છે. સરકાર હોય કે સંગઠનમા જે કાર્યકર્તાને જે જવાબદારી મળી તે સારી રીતે પુર્ણ કરવા પ્રયાસ કર્યો છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી એક વટવૃક્ષ બન્યું છે. વડાપ્રધાન મોદી સાહેબનો કાર્યમંત્ર છે કે સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધીએ. કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબમા જે રિફોર્મ કર્યા છે તેના લાભ આજે પ્રજા સુઘી પહોંચાડવાનુ જન આંદોલન સરકાર અને પક્ષે શરૂ કર્યુ છે. આપણે સૌએ વિકસીત ભારત માટે વિકસીત ગુજરાત માટે આત્મનિર્ભર પર ભાર આપીશું તો ચોક્કસ પણે વડાપ્રધાનના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરીશું. દિવાળીના તહેવારમાં આપણે સૌ સ્વદેશી વસ્તુ ખરીદી કરવા ભાર આપીએ.

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીએ આ કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરી સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે શિર્ષ નેતૃત્વએ જે મને જે જવાબદારી આપી છે જે વિશ્વાસ મુક્યો છે તે બદલ શિર્ષ નેતૃત્વના ચરણોમાં વંદન. મારા જેવા બુથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને પાર્ટીએ જે જવાબદારી આપી છે તે જવાબદારીની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા. પ્રદેશ અધ્યક્ષએ સાચી ઓળખ નહી પરંતુ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના થઇ અને ત્યારથી આજે જે વટવૃક્ષ બન્યુ છે જેમા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી,પંડિત દિન દયાળજી જેવા સેવા અને જન સેવાની વિચારઘારાને અનુસરીને પાર્ટીની પંચ નિષ્ઠા અને એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુઘી જન કલ્યાણની ભાવનાને વધુ ગીતશીલ કરવાના પ્રયાસો કરવાના છે. વરીષ્ઠ નેતાઓએ પાર્ટીને મજબૂત કરવા રાત-દિવસ મહેનત કરીને તેમનુ જીવન ખપાવ્યું છે તેમને યાદ કરીએ જેમા સ્વ.કેશુભાઇ પટેલ, સ્વ મકરંદભાઇ દેસાઇ, ડો.એ.કે.પટેલ, શંકરસિંહ વાઘેલા, સ્વ.શ્રી કાશિરામ રાણા, વજુભાઇ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, પરષોત્તમ રૂપાલા સાહેબ, આર.સી.ફળદુ, સ્વ.શ્રી વિજયભાઇ રૂપાણી, જીતુભાઇ વાઘાણી અને ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો તેવા સી.આર.પાટીલ જીને હ્રદય પુર્વક વંદન કરું છું.

જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમા પોતાની જીદંગી ખપાવી છે તેવા કર્મઠ કાર્યકર્તાઓને વંદન કરુ છું. આજે પ્રદેશ અધ્યક્ષ તરીકેને જવાબદારી મારી એકલાની નથી પરંતુ ભાજપના તમામ કાર્યકર્તાઓની છે. મારા માટે બુથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આંખો સરખી છે. કાર્યકર્તાઓનુ સશક્તિકરણ ભાજપનો અનમોલ ખજાનો છે. કોઇ પદ મળે કે ન મળે પરંતુ ભાજપની વિચારઘારાને વળગી રહીને રાષ્ટ્રભાવના માટે નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ અને ત્યાગ-બલિદાન આપનાર લોકો પાર્ટીની સાચી મુડી છે. આદણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જે સેવાકીય કાર્યો અને યોજનાઓ લાગુ કરી છે તેને આજે ભુપેન્દ્રભાઇ પટેલ જનસેવાકીય કાર્યોને આગળ વઘારી રહ્યા છે. એક દેશમે દો વિઘાન દો નિશાન નો કાયદો નહી ચાલે તે મંત્રને પરિપુર્ણ કરવા માટે વડાપ્રધાન મોદી સાહેબે તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમાં કલમ 370 દુર કરાવામાં આવી અને 2047માં વિકસીત ભારતની ભેટ ભારતને આપી છે. ઓરપરેશન સિંદુર, જીએસટીના સ્લબેના રિફોર્મથી આજે સૈને ગૌરવ થાય છે કે વિશ્વની ચોથી મજબૂત અર્થવ્યવસ્થામાં આજે ભારત પહોંચ્યુ છે આ સિદ્ધી આપણને વડાપ્રધાન મોદી સાહેબના માર્ગદર્શનમાં મળી છે.

જગદીશભાઇ પંચાલે વધુમાં જણાવ્યું કે, મારા બા હમેંશા કહેતા કે પાણી કરતા પાતળા થઇ ને ચાલીએ આજે આ શબ્દો મારી જીદંગીમા ઉતાર્યા છે જો પાણી કરતા પાતળા થઇને ચાલતા શીખીએ તો કોઇ સત્તાનો અહંમ કે સત્તાનો નશો ચડશે નહી. આ પદ કે હોદ્દો કાર્યકર્તાથી શોભે છે. પાર્ટીનો ખેસ ઉતારીને રસ્તા પર જઉ તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓખળ થાય, મારી ઓળખ કેસરિયો અને કમળ છે. આપણે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી,પંડિત દિન દયાળજી, સ્વ અટલ બિહારી વાજપાયજી જેવું નેતૃત્વ આપણને મળ્યું છે. ભારતીય જનતા પાર્ટી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં આગળ વધી રહી છે. ભાજપ જનતાનો વિશ્વાસ,વિકાસ,નવા વિચારનો પર્યાય છે. દેશના વિજયમાં આત્મનિર્ભર ભારતનો પર્યાય છે. સૌ કાર્યકર્તાઓના સાથ સહકારથી ટીમ ગુજરાત ભાજપ થકી ગુજરાતની જનતાની સેવામાં સાથે મળી તનતોડ પ્રયાસ કરીએ. છેલ્લા 25 વર્ષથી જનતાએ ભાજપ પર જે વિશ્વાસ મુક્યો છે તેનાથી આપણા સૌની જવાબદારી વધી જાય છે, ભાજપના કાર્યકર્તા તરીકે જનતાની આશા-અપેક્ષાને પરિપુર્ણ કરવા આપણે સૌ કાર્યકર્તાઓ કટીબદ્ધ રહીએ.

આ કાર્યક્રમમાં ઉદયભાઇ કાનગડે સંબોધન કરતા જણાવ્યું કે, સંગઠન પર્વ માં કેન્દ્રિય નેતૃત્વ તેમજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ચૂંટણી અધિકારી તરીકે મારી તેમજ ઘવલભાઇ દવે અને હિતેષભાઇ પટેલ સહિત ટીમને જવાબદારી આપી તે બદલ આભાર વ્યકત કરુ છું. દિલ્હી ખાતે જઇ રાષ્ટ્રીય કાર્યશાળા અને માર્ગદર્શન મળ્યુ તે જ પ્રમાણે ગુજરાતમાં પણ કાર્યશાળા યોજવામાં આવી. તમામ જીલ્લાનો પ્રવાસ કરવામાં આવ્યો. પાર્ટીના માર્ગદર્શન અને આપ સૌના સાથ સહકારથી 50 હજાર 677 બુથમાં ચૂંટણી સંપન્ન કરી અને 580 મંડળમાં ચૂંટણી સંપન્ન કરી.41 જિલ્લા મહાનગરોમાં ચૂંટણી પુર્ણ કરવામાં આવી. આ સમગ્ર ચૂંટણીની કામગીરીનું સફળતા પુર્વક પુર્ણ કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીનુ વિશેષ માર્ગદર્શન મળ્યું છે.

આજના કાર્યક્રમમાં રાજયના મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, પ્રદેશના હોદ્દેદારઓ, સહકારી આગેવાનઓ, જીલ્લા-મહાનગરના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, amit shah, bjp government, bjp news, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, CR Patil, gujarat, Gujarat news, gujarati news, Jagdishbhai Vishwakarma, Kamalam, localnewsingujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, અમિતભાઇ શાહ, કાર્યાલય કમલમ, ગુજરાત ભાજપ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજી, ભારતીય જનતા પાર્ટી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી, સી.આર.પાટીલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પંજાબમાં ‘જય શ્રીરામ’ બોલ્યા બાદ હિંદુ યુવક પર હુમલો, ઇસ્લામી ટોળાએ ‘અલ્લાહુ અકબર’ નારા લગાવવા દબાણ કર્યા
Next Article નડિયાદ ધર્માંતરણ કેસમાં ખુલાસો : હિંદુઓને લલચાવી-ભોળવીને કરાતું પરિવર્તન, વિદેશી ફંડિંગનો પર્દાફાશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?