ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરમાં ટેરિફ લગાવવાની ધમકીઓ વચ્ચે ભારતે વ્યૂહાત્મક રીતે અન્ય દેશો સાથે મજબૂત વેપાર ગઠબંધન ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેરિફના વૈશ્વિક દબાણ છતાં ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને એ જ કડીમાં ઓમાન અને ન્યૂઝીલેન્ડ બાદ હવે 27 જાન્યુઆરીએ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (FTA)ની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. આ કરારને ટ્રમ્પની અણધારી ટેરિફ નીતિઓ સામે ભારતનો વ્યૂહાત્મક જવાબ માનવામાં આવી રહ્યો છે, જે વૈશ્વિક વેપારમાં ભારત માટે નવી તકોની લાલ જાજમ પાથરે છે.
"भारत-ईयू मुक्त व्यापार समझौता भारत-यूके व्यापार समझौते का पूरक है, यह विनिर्माण क्षेत्र को बढ़ावा देगा और सेवा क्षेत्र का समर्थन करेगा।"
– प्रधानमंत्री मोदी, इंडिया एनर्जी वीक में #IndiaEUFTA #IndiaUKTradeDeal #MakeInIndia #ManufacturingBoost #IndiaEnergyWeek
[ India EU FTA,… pic.twitter.com/IakA9J3NDG
— One India News (@oneindianewscom) January 27, 2026
યુરોપિયન આયોગની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન 77મા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે ભારત આવી હતી અને તેઓ 16મા ભારત–EU શિખર સમ્મેલનમાં પણ ભાગ લેશે. તેમણે INDIA–EU FTAને ‘મધર ઑફ ઑલ ડીલ્સ’ તરીકે સંબોધિત કરી હતી. આ કરાર પૂર્ણ થયા બાદ ભારતને યુરોપીય બજારોમાં વધુ વ્યાપક પ્રવેશ મળશે અને અમેરિકી ટેરિફ હુમલાથી થનારી સંભવિત નુકસાનીની ભરપાઈ કરવામાં પણ મદદ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
"भारत-ईयू मुक्त व्यापार समझौता भारत-यूके व्यापार समझौते का पूरक है, यह विनिर्माण क्षेत्र को बढ़ावा देगा और सेवा क्षेत्र का समर्थन करेगा।"
– प्रधानमंत्री मोदी, इंडिया एनर्जी वीक में 🇮🇳#IndiaEUFTA #IndiaUKDeal #ManufacturingBoost #ServicesSector #IndiaEnergyWeek
[ India EU FTA,… pic.twitter.com/7YYhW4XA8H
— One India News (@oneindianewscom) January 27, 2026
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત અને EU વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર સમજૂતી અંગેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને તેની ઔપચારિક જાહેરાત 27 જાન્યુઆરીએ કરવામાં આવશે. તેમણે આ ડીલને સંતુલિત અને દૂરદર્શી ગણાવીને કહ્યું કે આ કરાર યુરોપિયન સંઘ સાથે ભારતના આર્થિક એકીકરણને વધુ મજબૂત બનાવશે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના રિપોર્ટ મુજબ, આ FTA ઘરેલું ઉદ્યોગોનો ખર્ચ ઘટાડવામાં અને વેપાર વિસ્તારવામાં મદદરૂપ થશે. GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવ અનુસાર, ટેરિફમાં કપાત થવાથી ઇનપુટ ખર્ચ ઘટશે, જેના કારણે ઉત્પાદન અને સેવાઓ બંનેને મોટો લાભ મળશે.
વેપાર આંકડાઓ મુજબ, FY2025માં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે કુલ વેપાર 136.53 અબજ ડૉલરનો રહ્યો હતો. તેમાં ભારતે EU પાસેથી 60.7 અબજ ડૉલરની આયાત કરી હતી, જ્યારે 75.9 અબજ ડૉલરની નિકાસ કરી હતી. આયાતમાં ભારે મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણો અને વૈજ્ઞાનિક સાધનોનો સમાવેશ થાય છે, જ્યારે ભારતમાંથી રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન, ટેક્સટાઈલ, મશીનરી, લોખંડ, ફાર્માસ્યુટિકલ્સ તથા જેમ્સ એન્ડ જ્વેલરીની મોટા પાયે નિકાસ થાય છે.
"भारत जल्द ही दुनिया का सबसे बड़ा तेल रिफाइनिंग हब बन जाएगा, क्षमता 260 मिलियन टन से बढ़ाकर 300 मिलियन टन की जाएगी।"
– प्रधानमंत्री मोदी #IndiaOilHub #ModiVision #OilRefining #EnergyIndia #MakeInIndia
[ Largest Oil Refining Hub, Capacity Expansion, 260 MT to 300 MT, PM Modi,… pic.twitter.com/N8oArR5zUI
— One India News (@oneindianewscom) January 27, 2026
INDIA–EU FTA હેઠળ 90 ટકા કરતા વધુ વસ્તુઓ પર ટેરિફમાં કપાત અથવા સંપૂર્ણ રીતે ટેરિફ દૂર કરવાની શક્યતા છે. તેના કારણે ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, આઇટી સર્વિસિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટો લાભ મળશે, સાથે જ નિકાસમાં વધારો અને રોજગારીની નવી તકોનું સર્જન થવાની સંભાવના પણ વધી જશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel