ભારતીય રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો ખાસ કરીને દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી અટકાવવા અને મુસાફરોને વધુ સુવિધા આપવા માટે તૈયાર કરાયા છે.
નવી રિફંડ પોલિસી અને સમય આધારિત ચાર્જ
સુધારેલા નિયમો અનુસાર, ટિકિટ કેન્સલ કરતી વખતે રિફંડનું પ્રમાણ ટ્રેન ઉપડવાના બાકી રહેલા સમયના આધારે નક્કી કરવામાં આવશે:
- ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવા પર મહત્તમ રિફંડ મળે છે, માત્ર નક્કી કરેલો કેન્સલેશન ચાર્જ કાપવામાં આવશે.
- ટ્રેન ઉપડવાના 72 થી 24 કલાક પહેલાં ટિકિટ રદ થાય તો ભાડાનું 25% કાપવામાં આવશે (ન્યૂનતમ ચાર્જ સાથે).
- ટ્રેન ઉપડવાના 24 થી 8 કલાક પહેલાં ટિકિટ કેન્સલ થાય તો ભાડાનું 50% કાપાશે.
- ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછા સમય પહેલાં કેન્સલ હોય તો રિફંડ કોઈ નહીં મળે.
બોર્ડિંગ સ્ટેશન બદલવાની નવી સુવિધા
નવા નિયમો અંતર્ગત મુસાફરોને ટ્રેનના નિર્ધારિત સમયના 30 મિનિટ પહેલા સુધી બોર્ડિંગ સ્ટેશન બદલવાની સુવિધા આપવામાં આવી છે. અત્યાર સુધી આ સુવિધા માત્ર ટ્રેનના ચાર્ટ બનતા પહેલા ઉપલબ્ધ હતી. આ બદલાવ ખાસ કરીને મહાનગર વિસ્તારો માટે લાભદાયક છે, જ્યાં મુસાફરો પાસે એક કરતાં વધુ રેલવે સ્ટેશન હોય છે.
રેલ મંત્રીએ કહ્યું – દલાલોની કાળાબજારી પર નિયંત્રણ
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, અગાઉ કેટલાક દલાલો વધુ ટિકિટો બુક કરી લઈને જે ટિકિટો વેચાતી નહોતી, તે ટ્રેન ઉપડવાના સમય પહેલા કેન્સલ કરતા અને વધુ પૈસા મેળવતા. નવા નિયમો આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરશે.
અમલની તારીખ
નવા નિયમો 1 એપ્રિલથી 15 એપ્રિલ 2026 સુધી તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ ફેરફાર સાથે ભારતીય રેલવે મુસાફરોને વધુ સુવિધાજનક અને પારદર્શક બુકિંગ અનુભવ પૂરો પાડશે.
| કેન્સલેશનનો સમય | કપાત (Charge) | રિફંડ |
| 72 કલાક પહેલા | માત્ર નિયત કેન્સલેશન ચાર્જ | મહત્તમ રિફંડ મળશે |
| 72 થી 24 કલાકની વચ્ચે | ભાડાના 25% (ન્યૂનતમ ચાર્જ સાથે) | બાકી રકમ પરત મળશે |
| 24 થી 8 કલાકની વચ્ચે | ભાડાના 50% | અડધું ભાડું પરત મળશે |
| 8 કલાકથી ઓછો સમય | 100% કપાત | કોઈ રિફંડ મળશે નહીં |
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel