જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોને અટકાવી પૂછપરછ શરૂ કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મસ્જિદમાં રોકાયા હોવાની માહિતીના આધારે કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ મળી ન હોવા છતાં પોલીસ વધુ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
તે જ સમયે, જૂનાગઢ SOG ટીમે માંગરોળ વિસ્તારમાંથી બે કાશ્મીરી વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેઓ આસપાસની મદરેસાઓ માટે ફાળો ઉઘરાવી રહ્યા હતા. હાલ સુરક્ષા એજન્સીઓએ આ પાંચેય પાસેથી વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી તેમના આવાગમન અને સંપર્કોને લઈને કોઈ શંકાસ્પદ લિંક સામે આવે છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel