સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા. મળતી માહિતી મુજબ, કેમ્પસમાં આવેલા ‘ગુરિલ્લા ઢાબા’ ખાતે યોજાયેલી એક સભા દરમિયાન સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI), ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફેડરેશન (DSF) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (ASA) સાથે સંકળાયેલા અંદાજે 30થી 40 વામપંથી વિદ્યાર્થીઓએ મોદી સરકાર અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ “મોદી-શાહ કી કબર ખુદેગી, JNU કી ધરતી પર” જેવા નારા લગાવતા નજરે પડે છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હીના હિંસા કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવા ઈનકાર કર્યો ત્યારબાદ આ પ્રદર્શન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વામપંથી વિદ્યાર્થીઓએ કોર્ટના નિર્ણયનો વિરોધ કરતાં ખાલિદ અને ઈમામના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને તેમને મુક્ત કરવાની માંગ કરી હતી.
JNU कैंपस में उग्र प्रदर्शन, सुप्रीम कोर्ट के फैसले के बाद लगे आपत्तिजनक नारे
जवाहरलाल नेहरू विश्वविद्यालय (JNU) में सोमवार रात विवादास्पद घटना सामने आई।
सुप्रीम कोर्ट द्वारा 2020 दिल्ली दंगों के बड़े षड्यंत्र केस में उमर खालिद और शरजील इमाम की जमानत याचिकाएं खारिज करने के बाद… pic.twitter.com/CdImIOsClO
— One India News (@oneindianewscom) January 6, 2026
પ્રદર્શનકારીઓએ આ નિર્ણયને ‘વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ’ ગણાવ્યો હતો. આ ઉપરાંત, JNU કેમ્પસની લાઇબ્રેરીમાં ફેસ રિકોગ્નિશન ટેકનોલોજી અને મેગ્નેટિક ગેટ સ્થાપિત કરવાની યોજના સામે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ દિલ્હી પોલીસ દ્વારા JNUSUના કેટલાક પદાધિકારીઓને પાઠવાયેલી નોટિસને લઈને પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ઘટનાને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, જેમાં ભાજપે વામપંથી વિદ્યાર્થી સંગઠનો પર ભારતવિરોધી વિચારધારા ફેલાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના જામીન નકારવાના નિર્ણય બાદ આવા નારા લગાવનાર લોકો ‘ટુકડે-ટુકડે ગેંગ’ સાથે જોડાયેલા છે અને તેઓ દેશવિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે. ભાજપ નેતા પ્રદીપ ભંડારીએ પણ સમાન નિવેદન આપીને આ પ્રદર્શનકારીઓને ‘અર્બન નક્સલ’ અને ‘ભારતવિરોધી ગેંગ’ ગણાવ્યા હતા, જેના કારણે સમગ્ર મુદ્દો વધુ રાજકીય રંગ ધારણ કરી ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel