બિહારના દરભંગા રાજપરિવારના અંતિમ મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી મિથિલાંચલ સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહારાણી કામસુંદરી દેવી માત્ર એક રાજવી પરિવારની સભ્ય જ નહોતા, પરંતુ તેઓ એવી ગૌરવશાળી પરંપરાનું જીવંત પ્રતીક હતા, જેમાં વૈભવ કરતાં દેશસેવા અને ત્યાગને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું. તેમના અવસાન સાથે દરભંગા રિયાસતનો એક ઐતિહાસિક, દેશભક્તિપૂર્ણ અને સેવાભાવી અધ્યાય પૂર્ણ થયો છે.
દરભંગા રાજપરિવારનું નામ ભારતીય ઇતિહાસમાં ખાસ કરીને 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન આપેલા અભૂતપૂર્વ યોગદાન માટે સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે. તે સમયગાળામાં જ્યારે દેશ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો અને સંસાધનોની ભારે અછત હતી, ત્યારે દરભંગા રાજપરિવારે રાષ્ટ્રરક્ષા માટે અંદાજે 600 કિલોગ્રામ સોનું દાનમાં આપ્યું હતું. એટલું જ નહીં, પરિવાર દ્વારા ત્રણ ખાનગી વિમાન અને લગભગ 90 એકર વિસ્તારનું ખાનગી એરપોર્ટ પણ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું, જ્યાં આજે આધુનિક દરભંગા એરપોર્ટ કાર્યરત છે. આ યોગદાન માત્ર આર્થિક સહાય પૂરતું નહોતું, પરંતુ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની એક અસાધારણ મિસાલ હતી.
दरभंगा राजघराने की अंतिम महारानी, स्वर्गीय महाराजाधिराज कामेश्वर सिंह की धर्मपत्नी महारानी कामसुंदरी देवी का निधन हो गया।
उन्होंने 96 वर्ष की आयु में अंतिम सांस ली।
1962 के भारत-चीन युद्ध के दौरान उन्होंने (और दरभंगा राज परिवार ने) राष्ट्र की मदद के लिए 600 किलोग्राम सोना दान… pic.twitter.com/oq6Lv6XjEH
— One India News (@oneindianewscom) January 13, 2026
મહારાણી કામસુંદરી દેવી ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે પણ પરોક્ષ રીતે જોડાયેલા રહ્યા હતા. દરભંગા રાજપરિવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રારંભિક દિવસોમાં તેમજ મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા વિવિધ આંદોલનોને નાણાકીય અને નૈતિક સહાય આપી હતી. આ કારણે દરભંગા રિયાસતને દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનું મજબૂત કેન્દ્ર માનવામાં આવતું હતું.
મહારાણી કામસુંદરી દેવી દરભંગા રિયાસતના અંતિમ શાસક મહારાજા કામેશ્વર સિંહની ત્રીજી પત્ની હતા. મહારાજાના નિધન બાદ તેમણે પરિવારની વિરાસત, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોને સંભાળીને આગળ વધાર્યા. તેમનો અંતિમ સંસ્કાર દરભંગા રાજ પરિસરમાં આવેલા પવિત્ર ‘મધેશ્વરનાથ પરિસર’માં પરંપરાગત વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં દરભંગા રાજના પૂર્વજોના અંતિમ સંસ્કાર થયા હતા અને ત્યારબાદ ત્યાં મંદિરોનું નિર્માણ થયું હતું. પરિવારજનોએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મહારાણી કામસુંદરી દેવીનું જીવન આવનારી પેઢીઓને વૈભવ નહીં પરંતુ દેશસેવા, ત્યાગ અને જવાબદારીને સર્વોચ્ચ માન આપવાની પ્રેરણા આપતું રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel