કેન્દ્ર સરકારે ગ્રામીણ ભારતમાં રોજગાર સુરક્ષા મજબૂત બનાવવા માટે મનરેગા યોજનામાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. કેન્દ્ર મંત્રિમંડળે આ યોજનાનું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ રાખવાની મંજૂરી આપી છે. સાથે જ આ યોજનામાં રોજગારના દિવસોની સંખ્યામાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કામદારોને વર્ષમાં 100 દિવસ કામની ગેરંટી આપવામાં આવતી હતી, હવે તેને વધારીને 125 દિવસ કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી ગ્રામીણ પરિવારોને વધુ સ્થિર કમાણી મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે.
આ નવા સ્વરૂપમાં યોજનાને અમલમાં મૂકવા માટે કેન્દ્ર સરકારે રૂ. 1.51 લાખ કરોડની મહત્ત્વપૂર્ણ જોગવાઈ કરી છે. સરકાર આ યોજનાને વધુ અસરકારક, પારદર્શક અને ગ્રામ્ય વિકાસને અનુરૂપ બનાવવા માગે છે. 2005માં UPA સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનું નામ અગાઉ ‘National Rural Employment Guarantee Act’ હતું, જે બાદમાં ‘Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA)’ તરીકે ઓળખવામાં આવતું થયું. હવે ફરી એક વાર નામમાં ફેરફાર કરીને તેમાં ‘પૂજ્ય બાપુ’ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને મહાત્મા ગાંધીના ગ્રામ્ય વિકાસ અને સ્વરોજગારના સિદ્ધાંતો સાથે વધુ જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના આંકડા મુજબ, મનરેગા દ્વારા અત્યાર સુધી 15.4 કરોડથી વધુ કામદારોને રોજગાર મળ્યો છે. આ યોજના ભારતના ગ્રામ્ય ગરીબ પરિવારો માટે જીવનરક્ષક સાબિત થઈ છે. રોજગાર દિવસોમાં થયેલા વધારા અને બજેટીય જોગવાઈઓથી હવે ગામડાંની આવક, વિકાસના કાર્યો અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel