હિન્દુ રક્ષા સમિતિ, નવસારી દ્વારા આજ રોજ કાલિયાવાડી ખાતે શ્રી અનાવિલ વાડીમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ નવરાત્રી દરમ્યાન હિન્દુ સંગઠનના કાર્યકરોના મસ્તક પરથી તિલક સાફ કરવાની ઘટનાની કડક નિંદા વ્યક્ત કરી છે.
માતાજીની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી દરમિયાન નવસારીમાં ગરબાના સ્થળે વિધર્મીઓને પ્રવેશતા અટકાવવા મુદ્દે હિન્દુ યુવકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ ગરમાયો છે. આ ઘર્ષણ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી ડીવાયએસપી સંજય રાય દ્વારા હિન્દુ ભાઈઓને માર મારવા અને તેમનું તિલક ભૂંસી નાખવાની ગંભીર ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં ગત સપ્તાહે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે, કોઈ નક્કર કાર્યવાહી ન થતાં, આજરોજ ફરી એકવાર સંતો-મહંતોએ એકત્રિત થઈને આ મામલે પોતાનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. સંતો-મહંતોના પ્રતિનિધિમંડળે જિલ્લાના પોલીસ અધિક્ષક (SP)ની મુલાકાત લીધી હતી અને તેમને આ સમગ્ર ઘટનાની જાણકારી આપતું આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આ ઘટનાને સંતોએ “સનાતન ધર્મ વિરોધી કૃત્ય” ગણાવી તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.સંતોએ નવરાત્રી દરમ્યાન હિન્દુ સંગઠન કાર્યકરોના મસ્તક પરથી તિલક સાફ કરાવવાની ઘટનાની કડક નિંદા કરી હતી. સંતોએ જણાવ્યું કે, તિલક સનાતન ધર્મનું પવિત્ર પ્રતિક છે અને તે સાફ કરાવવું ધર્મવિરોધી કૃત્ય ગણાય. સંતોએ ચેતવણી આપી કે જો સંડોવાયેલા પોલીસ અધિકારી સામે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં મંદિરોમાં આરતી રોકવાનો નિર્ણય લેવામાં આવશે. સંતોએ હિન્દુ સમાજને જાતિ-જ્ઞાતિના ભેદભાવથી ઉપર રહી એકતા સાથે ધર્મ રક્ષા માટે આગળ આવવાની અપીલ કરી છે. આ પ્રસંગે સાધુ-સંતોના વરદ હસ્તે હિન્દુ સંગઠન કાર્યકરોને તિલક કરી ભાગવા ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom