બિહારના રાજકારણમાં આજે મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
The longest-serving CM of Bihar Nitish Kumar submits his resignation to Governor Lt Gen Syed Ata Hasnain (Retd) at Lok Bhavan in Patna.
He took oath as a Member of the Rajya Sabha on April 10. pic.twitter.com/zLpdw1UmqD
— ANI (@ANI) April 14, 2026
રાજીનામું આપતા પહેલાં નીતિશ કુમારે પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોને યાદ કરતા કહ્યું કે, “જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી મેં બિહારના હિત માટે શક્ય તેટલું કામ કર્યું છે.”
આ સમયે બેઠકમાં હાજર મંત્રીઓ અને નેતાઓ પણ ભાવુક થઈ ગયા હતા અને અનેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. નીતિશ કુમારે પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં વિકાસ માટે કરેલા પ્રયત્નો અને યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
#WATCH | Bihar CM Nitish Kumar departs from Lok Bhavan in Patna https://t.co/ckw8BOjE5q pic.twitter.com/OklciGBmEe
— ANI (@ANI) April 14, 2026
તેમણે નવી બનનારી સરકારને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે રાજ્યના વિકાસના કામો અટકવા જોઈએ નહીં. તેમણે ખાતરી આપી કે જરૂર પડે ત્યારે તેઓ માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર રહેશે.
કેબિનેટ બેઠક બાદ Janata Dal (United) (જેડીયુ) અને Bharatiya Janata Party (ભાજપ) ના નેતાઓએ નીતિશ કુમારના યોગદાનની પ્રશંસા કરી હતી. મંત્રી લેશી સિંહ એ જણાવ્યું કે તેમના જેવો વડીલ નેતા બિહારને ફરી મળવો મુશ્કેલ છે. જ્યારે ભાજપના ધારાસભ્ય લખેન્દ્ર કુમાર એ કહ્યું કે નીતિશ કુમાર હંમેશા માર્ગદર્શક તરીકે રહ્યા છે અને આગળ પણ રહેશે.
Nitish Kumar tweets, "…We had decided that I would now leave the post of Chief Minister, and therefore, after today's cabinet meeting, I met the Governor and submitted my resignation to him. Now the new government will look after the work here. The new government will have my… https://t.co/JCavVkFtrH pic.twitter.com/mgWB46nOuy
— ANI (@ANI) April 14, 2026
નીતિશ કુમાર: રાજકીય સફર
1974: જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ
1985: પહેલીવાર બિહાર વિધાનસભામાં હરનોત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
1989: પહેલીવાર લોકસભામાં ચૂંટાયા અને જનતા દળના સચિવ બન્યા
1994: લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ થતાં જનતા દળથી અલગ થઈને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી
1998 – 2004: અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી, કૃષિ મંત્રી જેવા મહત્ત્વના પદો સંભાળ્યા
3 માર્ચ, 2000: પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી માત્ર 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું
2003: સમતા પાર્ટીનું શરદ યાદવની જનતા દળમાં વિલીનીકરણ થયું અને જનતા દળ (યુનાઇટેડ) – JD(U) અસ્તિત્વમાં આવી
2005: ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતી સાથે બીજી વાર CM બન્યા
2010: ભારે બહુમતી સાથે સતત ત્રીજી વાર CM પદે પરત ફર્યા
2013: નરેન્દ્ર મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું
2014: લોકસભા ચૂંટણીમાં પરાજય નૈતિક જવાબદારી સ્વીકારી CM પદેથી રાજીનામું આપ્યું અને જીતન રામ માંઝીને ગાદી સોંપી
2015: લાલુ યાદવની RJD અને કોંગ્રેસ સાથે મળીને ‘મહાગઠબંધન’ બનાવ્યું અને ફરી CM બન્યા
2017: ભ્રષ્ટાચારના મુદ્દે RJD સાથે છેડો ફાડ્યો અને ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવી
2020: NDA ગઠબંધનમાં રહીને સાતમી વાર CM તરીકે શપથ લીધા
2022: ફરી એકવાર પલટી મારીને ભાજપનો સાથ છોડ્યો અને RJD સાથે મળીને સરકાર બનાવી
2024: લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપ સાથે જોડાઈને NDA સરકારના CM તરીકે નવમી વાર શપથ લીધા
2025 (બિહાર વિધાનસભા ચૂંટણી): નીતિશ કુમારે પોતાની પકડ જાળવી રાખી અને 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચ્યો
નીતિશ કુમારના આ અચાનક રાજીનામાથી બિહારની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા થવાની શક્યતા છે અને હવે નવી સરકારની રચનાને લઈને રાજકીય હલચલ તેજ બનવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel