હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ, આભ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ), અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફતથી પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો અને પરિસ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું હતું. સર્વે બાદ વડાપ્રધાન મોદીએ રાજ્ય માટે રૂ. 1500 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી, જે તાત્કાલિક રાહત, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પુનઃસ્થાપના અને પ્રભાવિત પરિવારોને સહાય આપવા માટે ઉપયોગમાં લેવાશે. ઉપરાંત, વડાપ્રધાનએ આપત્તિમાં જીવ ગુમાવનારા દરેક મૃતકના પરિવારજનોને રૂ. 2-2 લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને રૂ. 50,000ની સહાય આપવાની પણ જાહેરાત કરી.
हवाई सर्वेक्षण के जरिए हिमाचल प्रदेश में बाढ़ और लैंडस्लाइड की स्थिति का जायजा लिया। इस कठिन समय में हम प्रदेश के अपने भाई-बहनों के साथ पूरी मजबूती से खड़े हैं। इसके साथ ही प्रभावित लोगों की मदद के लिए कोई कोर-कसर नहीं छोड़ रहे हैं। pic.twitter.com/PS0klVwo5c
— Narendra Modi (@narendramodi) September 9, 2025
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વડાપ્રધાન મોદીએ પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમની પીડા સાંભળી અને તેમને કેન્દ્ર સરકાર તરફથી સંભવિત દરેક પ્રકારની મદદ કરવાનો વિશ્વાસ આપ્યો. તેમણે એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ આપત્તિ નિવારણ કામગીરીમાં તહેનાત સ્વયંસેવકો સાથે પણ મુલાકાત કરી અને તેમની હિંમત, સમર્પણ તથા રાહત-બચાવ કામગીરીની પ્રશંસા કરી. કાંગડાના ગગ્ગલ એરપોર્ટ પર પીએમએ મંડી જિલ્લાના સરાજ વિસ્તારમાંથી આવેલ 11 માસની નીતિકાના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જેણે પૂરમાં પોતાના માતા-પિતા અને દાદીને ગુમાવ્યા હતા. આ ઘટનાએ પીએમને ખૂબ જ વ્યથિત કર્યા હતા અને તેમણે પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, “હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાન તથા લોકોની પીડા હ્રદય હચમચાવી દે એવી છે. કેન્દ્ર સરકાર રાજ્યના દરેક પ્રભાવિત નાગરિક સુધી સમયસર રાહત અને સહાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.”
आज धर्मशाला में आपदा प्रभावित क्षेत्रों का निरीक्षण करने आए प्रधानमंत्री श्री @narendramodi जी का स्वागत किया।
आपदा की इस कठिन घड़ी में प्रधानमंत्री जी के हिमाचल आगमन से सभी को बहुत अपेक्षाएँ हैं। मुझे उम्मीद है कि वे प्रभावित परिवारों के हित में ज़रूर निर्णय लेंगे। pic.twitter.com/yI7HWjfWmr
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) September 9, 2025
સત્તાવાર આંકડા મુજબ, 20 જૂનથી 9 સપ્ટેમ્બર સુધી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફતોમાં કુલ 366 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 41 લોકો હજુ સુધી ગુમ છે અને 426 લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં કુલ 6301 મકાન ધરાશાયી થયા છે, હજારો ઘરોને આંશિક નુકસાન થયું છે, અને પશુપાલકોને પણ મોટું નુકસાન થયું છે—કુલ 1991 ઢોર-ઢાંખર અને લગભગ 26,955 પોલ્ટ્રી બર્ડ્સ તણાઈ ગયા છે. આપત્તિથી અત્યાર સુધીમાં રાજ્યને આશરે ₹4080 કરોડથી વધુનું નુકસાન થયું છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં હિમાચલ પ્રદેશે માત્ર ચોમાસાની ઋતુ દરમિયાન જ કુલ ₹17,000 કરોડથી વધુનું નુકસાન સહન કર્યું છે, જે રાજ્યની આર્થિક અને સામાજિક વ્યવસ્થાને ગંભીર રીતે અસર કરે છે.
#WATCH | PM Narendra Modi interacts with NDRF and SDRF personnel as he assesses the flood situation in Himachal Pradesh.
(Video: ANI/DD News) pic.twitter.com/scs2OTaEzp
— ANI (@ANI) September 9, 2025
આ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીની આ સહાય અને સરકારના બહુમુખી પ્રયાસો હિમાચલ પ્રદેશને ફરીથી પુનઃસ્થાપિત કરવામાં તથા પ્રભાવિત પરિવારોને જીવનમાં પાછા લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel