પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં રમતગમત અને ખેલાડીઓના વિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓની તેઓ ખુલ્લેઆમ પ્રશંસા કરે છે અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપે છે. આવી જ એક સિદ્ધિ બદલ તાજેતરમાં પ્રધાનમંત્રીએ ભારતના યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીની સરાહના કરી છે. માત્ર 22 વર્ષની ઉંમરે અર્જુને વૈશ્વિક ચેસ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે, જ્યારે 14 વર્ષની નાની ઉંમરે જ ગ્રાન્ડમાસ્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરીને તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા.
Proud of Arjun Erigaisi for winning the Bronze medal in the open section at the FIDE World Rapid Chess Championship in Doha. His grit is noteworthy. Wishing him the very best for his future endeavours.@ArjunErigaisi
— Narendra Modi (@narendramodi) December 29, 2025
દોહામાં યોજાયેલી FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપના ઓપન વિભાગમાં અર્જુન એરિગૈસીએ શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અર્જુન એરિગૈસી પર સમગ્ર દેશને ગર્વ છે અને તેમની સફળતા પ્રશંસનીય છે. સાથે જ પ્રધાનમંત્રીએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
અર્જુન એરિગૈસી ભારતીય ચેસ માટે નવી આશાનું પ્રતિક બન્યા છે. તેઓ માત્ર 14 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા અને બાદમાં વિશ્વનાથન આનંદ પછી FIDE રેટિંગમાં 2800નો આંકડો પાર કરનાર બીજા ભારતીય ખેલાડી બન્યા છે. સતત મળતી સફળતાઓ સાથે અર્જુન વૈશ્વિક ચેસ મંચ પર ભારતની મજબૂત હાજરી સાબિત કરી રહ્યા છે, જ્યારે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસાએ તેમના ઉત્સાહમાં વધુ વધારો કર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel