નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી યાહામોગી માતાજીના પાવન ધામે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
આ પવિત્ર અવસર પર ગણપતભાઈ વસાવા (ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ અને ધારાસભ્ય) સાથે મનસુખભાઈ વસાવા (સાંસદ, ભરૂચ લોકસભા)એ યાહામોગી માતાજીના દર્શન કરી જનતાની સુખાકારી, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત દેવમોગરા ખાતે આયોજિત સેવાકેમ્પની મુલાકાત લઇ સાંસદ મનસુખભાઈ વસાવાએ સેવાકીય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સેવાભાવી સ્વયંસેવકો સાથે મુલાકાત કરી તેમની સેવાભાવના અને સમર્પણને બિરદાવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોને સુવિધા અને માર્ગદર્શન પૂરું પાડતા કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
મહાશિવરાત્રીના પાવન અવસર પર દેવમોગરા ધામે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોની ભવ્ય ઉપસ્થિતિએ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel