આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરમાં તેમને ભાજપમાં આવવા આમંત્રણ આપતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે.
પાર્ટીમાં અવગણના અને અસંતોષનો આરોપ
માહિતી મુજબ ભૂપેન બોરાએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યું છે. રાજીનામા પત્રમાં તેમણે પાર્ટીમાં પોતાને અવગણવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. તેમણે લખ્યું કે આ મુદ્દે હાઈકમાન્ડને અગાઉથી માહિતગાર કરવામાં આવ્યું હતું, છતાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. તેમના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલા અસંતોષને કારણે તેમને આ નિર્ણય લેવાનો આવ્યો.
#WATCH | Guwahati | On reports of resignation of former Assam Congress chief Bhupen Borah from Congress, Assam CM Himanta Biswa Sarma says, "Bhupen Borah was the last Hindu leader in the Assam Congress party who did not occupy the post of MLA or minister. His resignation carries… pic.twitter.com/W0ASar69Ff
— ANI (@ANI) February 16, 2026
ગૌરવ ગોગોઈ સામે અસંતોષ
અહેવાલો મુજબ બોરાએ પોતાના રાજીનામા માટે આસામ કોંગ્રેસ પ્રમુખ ગૌરવ ગોગોઈની કાર્યશૈલીને જવાબદાર ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે ગોગોઈની કેટલીક નીતિઓ અને પસંદગીના લોકોને પ્રાધાન્ય આપવાની વૃત્તિથી પાર્ટીમાં અસંતુલન સર્જાયું હતું. બોરાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને આ નિર્ણય માત્ર વ્યક્તિગત નહીં પરંતુ પાર્ટીની સ્થિતિ અંગે હાઈકમાન્ડને ચેતવણી આપવાનો પ્રયાસ પણ છે.
ભાજપમાં જોડાવાની ચર્ચા ગરમ
ભૂપેન બોરા ઉત્તર આસામમાં મજબૂત રાજકીય પકડ ધરાવતા નેતા માનવામાં આવે છે. ભાજપમાં જોડાવાની અટકળો અંગે તેમણે સ્પષ્ટ કહ્યું કે હજુ સુધી કોઈ પાર્ટી તરફથી સત્તાવાર ઓફર આવી નથી, પરંતુ તેઓ રાજકારણમાંથી નિવૃત્ત થવાના નથી. બીજી તરફ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમને ભાજપમાં આવકારવા તૈયારી દર્શાવી છે અને કહ્યું છે કે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે.
કોંગ્રેસ સામે ભાજપના આક્ષેપ
સીએમ હિમંતાએ કોંગ્રેસ પર પરિવારવાદ અને તુષ્ટિકરણના રાજકારણનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે ગૌરવ ગોગોઈને લઈને ઉઠેલા વિવાદોને કારણે પાર્ટીમાં વધુ નારાજગી છે અને આવનાર સમયમાં ચારથી પાંચ ધારાસભ્યો પણ પાર્ટી છોડે તેવી શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે માર્ચ-એપ્રિલ 2026માં યોજાનારી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં આ રાજીનામું કોંગ્રેસ માટે મોટો પડકાર બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel