તાજેતરમાં ગુજરાત ATS દ્વારા રાઈસિન ટેરર પ્લોટ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ સોમવારે સાંજે સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બીજી જ સવારને એક ચોંકાવનારી ઘટના બની. મંગળવારે સવારે ત્રણેય આતંકવાદી પોતાના શેલમાં ઊંઘી રહ્યા હતા ત્યારે જેલના બીજા ત્રણ કેદીઓ તેમને જોવા માટે ત્યાં આવ્યા અને થોડા સમય પછી પાછા આવી હુમલો શરૂ કર્યો. આ હુમલામાં ખાસ કરીને મોહિયુદ્દીન સૈયદને ગંભીર રીતે નિશાન બનાવવામાં આવ્યો, જેના કારણે તેની આંખ અને નાકના આસપાસ ગંભીર ઈજા પહોંચી. બૂમાબૂમ થતા ત્રણેય હુમલાખોર ભાગી છૂટ્યા હતા, જ્યારે જેલ સ્ટાફે તરત જ સૈયદને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો અને સારવાર બાદ ફરી જેલમાં પરત લાવવામાં આવ્યો.
https://twitter.com/oneindianewscom/status/1990797530754605112
ઘટનાની માહિતી મળતા રાણીપ પોલીસ મથકમાં સૈયદની ફરિયાદના આધારે અનિલ કુમાર, શિવમ શર્મા અને અંકિત લોધી નામના ત્રણ કેદીઓ સામે FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ મુજબ, અનિલ અને શિવમ હત્યાના કેસમાં અન્ડર ટ્રાયલ કેદી છે, જ્યારે અંકિત પોક્સો કેસમાં જેલમાં છે. જેલ અધિકારીએ જણાવ્યું કે હુમલાનું મુખ્ય કારણ “દેશભક્તિ બતાવવાની ઈચ્છા” હતું અને વ્યક્તિગત વેરઝેર અથવા કોઈ બીજી દુશ્મની નહોતી. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને જેલ સુરક્ષા પ્રોટોકોલ અંગે પણ સમીક્ષા થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel