ક્રિસમસ પહેલાં જ તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા રાજ્યમાં ક્રિસમસ મનાવવામાં આવે છે તેનું શ્રેય સોનિયા ગાંધીને આપવામાં આવતાં ભાજપે આ નિવેદનને ક્રિશ્ચિયન સમુદાયનું અપમાન ગણાવ્યું છે. ભાજપ તરફ સીએમના નિવેદન સામે કઠોર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અતિશય ચાપલુસીમાં ડુબી ગઇ છે. જે વાતનું કોઈ ઔચિત્ય જ નથી તે બાબતને પણ ચાપલુસીમાં સામેલ કરી દેવામાં આવે છે.
રેવંત રેડ્ડીના આ નિવેદન પર પલટવાર કરતાં ભાજપના પ્રવક્તા શહજાદ પુનાવાલાએ જણાવ્યું હતું કે તેલંગાણાના સીએમએ ક્રિસમસના તહેવારને સોનિયા ગાંધીસાથે જોડીને ચાપલુસીની તમામ હદ પાર કરી દીધી છે. પુનાવાલાએ રેડ્ડીના નિવેદનની મજાક ઉડાવતાં જણાવ્યું હતું કે કાલે રેવંત રેડ્ડી એમ પણ કહી શકે છે કે સુરજ પુર્વ દિશામાં ઉગે છે તે તે પણ સોનિયા ગાંધીના કારણે છે.
કોંગ્રેસ પર સંપુર્ણપણ એક જ પરિવારને કેન્દ્રમાં રાખીને રાજકારણ રમવાનો આરોપ મુકતાં પુનાવાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ નેતાઓનું કામ કોઈપણ પ્રકારે બસ એક પરિવારની પ્રસંસા કરવાનું જ છે.
રેવંત રેડ્ડીએ શું નિવેદન કર્યું હતું?:
વાસ્તવમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શનિવારે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે આજે આપણે તેલંગાણામાં ક્રિસમસનો તહેવાર ઊજવીએ છીએ તેના માટે સોનિયા ગાંદીએ બલિદાન આપ્યા છે. તેમણે ડિસેમ્બરને કોંગ્રેસ તથા તેલંગાણા માટે ચમત્કારોનો મહિનો ગણાવતાં કહ્યું હતું કે નવ ડિસેમ્બરે સોનિયા ગાંધીનો જન્મદિવસ આવે છે.
લોકો તેલંગાણામાં ક્રિસમસની ઊજવણી કરી શકે છે તેનો શ્રેય સોનિયા ગાંધીને છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel