દ્વારકા તીર્થમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. આજની કથામાં ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન પીરસ્યું છે.
મોરારિબાપુના વ્યાસાસને દ્વારકા તીર્થમાં રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ચાલી રહેલ છે, જેમાં આજે ધૂન સંકીર્તન સાથે ક્થા પ્રવાહ આગળ વધ્યો.
ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ચોપાઈ પંક્તિ ‘જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈ હિ હરન મહા મહિભારા. કૃષ્ન તનય હોઈ હિ પતિ તોરા, બચનુ અન્યથા હોઈ ન મોરા.’ કેન્દ્રમાં રાખી ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, ધર્મમાં સંઘર્ષ હોઈ શકે, અધ્યાત્મમાં ન હોય. આ સાથે જ વિનોબાજીના ઉલ્લેખ સ્મરણ કરી, આજની કથામાં ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન પીરસ્યું છે. તેઓએ પ્રારંભે ભગવત ગીતા વિભૂતિયોગ અધ્યાય શ્લોક ‘પરમમ્ બ્રહ્મ પરમધામ, પવિત્રમ્ પરમમ્ ભવાન…’ ગાન કરીને બ્રહ્મના ત્રણ સ્વરૂપ નિરૂપણ કરી, નિર્ગુણ નિરાકાર, સગુણ નિરાકાર તથા સગુણ સાકર એ સ્વરૂપોની સમજ પ્રસ્તુત કરેલ.
‘સત્ય’ આપણે કદાચ ઉચ્ચારી ન શકીએ તો બીજાનું સ્વીકારીએ તો પણ ઘણું, તેમ મોરારિબાપુએ સમજાવ્યું.
આજની કથામાં અર્જુન, કર્ણ વગેરે પ્રસંગોનું ચિંતન સભર ગાન પ્રસ્તુત થયું અને મોરારિબાપુએ પ્રવચન માટે નહી પણ પ્રેમ માટે ક્થા સાંભળવા ભાર મૂક્યો અને ભારતવર્ષ માટે ક્થા એ શ્રેષ્ઠ સંપદા ગણાવી.
દ્વારકા તીર્થમાં મોટીસંખ્યામાં ઉમટેલા ભાવિકો ક્થા શ્રવણ સાથે ધુન સંકીર્તનમાં ભાવભેર જોડાતાં રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel