વર્તમાન વૈશ્વિક અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પર, ભારતને ચારેય તરફથી અભેદ્ય આધ્યાત્મિક રક્ષણાત્મક કવચ મળે, તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ અત્યંત ચૈતન્યમય વાતાવરણમાં સંપન્ન થયો. સનાતન સંસ્થા દ્વારા પ્રભાદેવી સ્થિત નરદુલ્લા ટેંક મેદાનમાં આયોજિત આ મહાયજ્ઞમાં ૭૦૦૦ થી વધુ ભક્તોએ હાજરી આપી. રાષ્ટ્રરક્ષણ, દેશની સર્વાંગી પ્રગતિ અને ‘રામરાજ્ય’ની સંકલ્પના વાસ્તવમાં સાકાર કરવી, એ આ આયોજન પાછળનો મુખ્ય સંકલ્પ હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી. જ્ઞાનેશ્વર મ્હાત્રે, ધારાસભ્ય ડો. મનીષા કાયંદે, શ્રી સિદ્ધિવિનાયક મંદિરના કોષાધ્યક્ષ શ્રી. આચાર્ય ત્રિપાઠી, સ્વાતંત્ર્યવીર સ્મારકના કાર્યાધ્યક્ષ શ્રી. રણજિત સાવરકર, પીતાંબરી ઉદ્યોગ સમૂહના મેનેજિંગ ડિરેક્ટર શ્રી. રવીન્દ્ર પ્રભુદેસાઈ સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાયજ્ઞનું સનાતન સંસ્થાની યુટ્યુબ ચેનલ પરથી સમગ્ર વિશ્વમાં સીધું પ્રસારણ (લાઈવ ટેલિકાસ્ટ) કરવામાં આવ્યું હતું. જેનો ભારતના અનેક રાજ્યો સહિત અમેરિકા, કેનેડા, જાપાન, જર્મની, ચીન, આર્જેન્ટિના, પોલેન્ડ, થાઈલેન્ડ, બ્રાઝિલ એમ ૪૦ દેશોના હજારો ભક્તોએ યજ્ઞનો લાભ લીધો.
સનાતન સંસ્થાના પ્રવક્તા શ્રી. અભય વર્તકે જણાવ્યું કે, ‘‘આજે દેશ ચારેય તરફથી વિવિધ પડકારોથી ઘેરાયેલો છે, ત્યારે ભારતના રક્ષણ માટે માત્ર ભૌતિક સામર્થ્ય પૂરતું નથી, પરંતુ તેની સાથે આધ્યાત્મિક બળનો પણ સાથ હોવો આવશ્યક છે. આદિશક્તિની ‘દશમહાવિદ્યાઓ’માં અત્યંત શક્તિશાળી માનવામાં આવતા શ્રી રાજમાતંગી દેવીનો આ મહાયજ્ઞ ભારતને એક અભેદ્ય આધ્યાત્મિક કવચ પ્રદાન કરશે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ જે મુંબાપુરી (મુંબઈ)માં ધર્મકાર્યના શ્રીગણેશ કર્યા હતા, તે જ ભૂમિ પરથી રાષ્ટ્રનિર્માણનું આ એક ઐતિહાસિક પગલું ભરાયું છે.’’
સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ મુખ્ય યજમાન તેમજ કુલ ૫૯ સહ-યજમાનોએ આ શક્તિશાળી વૈદિક અનુષ્ઠાન કર્યું. શંખનાદ અને રાષ્ટ્રકલ્યાણના મહાસંકલ્પ સાથે યજ્ઞનો પ્રારંભ થયો. મહાલક્ષ્મી અષ્ટોત્તર નામાવલિના ઉચ્ચારણ સાથે કુંકુમાર્ચન અને શ્રી રાજમાતંગી દેવીના મૂળમંત્રો દ્વારા યજ્ઞકુંડમાં આહુતિઓ અર્પણ કરવામાં આવી. ‘મહિષાસુરમર્દિની સ્તોત્ર’ના સામૂહિક પાઠ સાથે આ વિધિની પૂર્ણાહુતિ થઈ. આ યજ્ઞનું પૌરોહિત્ય ઈરોડ, તમિલનાડુના શિવાગમ વિદ્યાનિધિ આગમાચાર્ય શ્રી. અરુણકુમાર ગુરુમૂર્તિએ કર્યું હતું, જ્યારે શિવાચાર્ય શ્રી. ગુરુમૂર્તિ યજ્ઞના મુખ્ય આચાર્ય હતા.
વર્તમાન સમયમાં સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરના પુનઃનિર્માણને ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક પર્વના અવસરે, ૧ હજાર વર્ષ પહેલાં વિદેશી આક્રમણખોર મહંમદ ગઝની દ્વારા ખંડિત કરવામાં આવેલા અને પ્રત્યક્ષ ભગવાન ચંદ્રદેવ દ્વારા સ્થાપિત સોરટી સોમનાથ જ્યોતિર્લિંગના દિવ્ય અંશના સીધા મુંબઈમાં દર્શન કરવાની એક અભૂતપૂર્વ સુવર્ણ તક આ યજ્ઞ સ્થળે ભક્તોને મળી હતી; જેનો હજારો ભક્તોએ અત્યંત ભાવપૂર્વક લાભ લીધો હતો. આ આધ્યાત્મિક સમારોહની સાથે જ યજ્ઞના સ્થળે સનાતન દ્વારા નિર્મિત અધ્યાત્મ, રાષ્ટ્રરક્ષણ, આયુર્વેદ અને ધર્મશાસ્ત્ર જેવા વિષયો પરના ગ્રંથો અને ફલક પ્રદર્શનીને મુંબઈગરાઓનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો.
આ ઉત્સવ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, સંતો-મહંતો, હિંદુત્વનિષ્ઠો અને મંદિરના ન્યાસીઓ (ટ્રસ્ટીઓ) સહિત હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ એક અવાજે ભારતના સર્વાંગી વિકાસ અને શત્રુઓના નાશ માટે સામૂહિક પ્રાર્થના કરી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel