વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્શન સાથે બેઠકમાં આયોજન થયું છે.
આગામી સોમવાર તા.૧૧ના દિવસે સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે યોજાનાર સમારોહમાં ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટીસંખ્યા જોડાશે, જે આયોજન સંદર્ભે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યનાં મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ અને શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ સાથે હોદેદારો દ્વારા થયેલ ઉદ્બોધનમાં સોમનાથ મહાદેવના આ મહોત્સવ સાથે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીતનો હરખ વ્યક્ત કરવા સાથે અરસપરસ અભિનંદન પાઠવાયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ સાથે નગરજનો અને ગ્રામજનો આસ્થા અને ઉમંગ સાથે મોટી સંખ્યામાં જોડાશે, જે માટે સમગ્ર જિલ્લામાં વિસ્તારવાર આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં ધારાસભ્યો ભિખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ તથા સેજલબેન પંડ્યા સાથે જિલ્લા તથા શહેર સંગઠન હોદ્દેદારો જોડાયાં હતાં. બેઠક સંચાલનમાં ગોપાલભાઈ વાઘેલા રહ્યાં હતાં. ભાવનગર જિલ્લા અને શહેર સંગઠન હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે ભાજપ મોવડીઓ દ્વારા આયોજન ચર્ચા કરવામાં આવી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સોમનાથ સમારોહમાં જવા આયોજન થઈ રહ્યું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel