સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી અને આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ રાખી છે. 20 નવેમ્બરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા અને તેની ટેકરીઓની વ્યાખ્યાને માન્યતા આપી હતી. આ ચુકાદા પ્રમાણે, નિષ્ણાતોનો અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં અરવલ્લી પટ્ટામાં ખનન માટે નવા કોન્ટ્રાક્ટ (લીઝ) આપવામાં પ્રતિબંધ મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર થયેલી નવી વ્યાખ્યાની મદદથી અરવલ્લી પટ્ટામાં આવતા જિલ્લાઓ માટે ભૌગોલિક માપદંડો એકસરખા કરવામાં આવ્યા છે. એ મુજબ, અરવલ્લીમાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી કોઈપણ ભૌગોલિક સંરચનાને ‘ટેકરી’ ગણવામાં આવશે. સાથે જ, જો આવી ટેકરીઓ 500 મીટરની ત્રિજ્યામાં સમૂહમાં હોય, તો તેને ‘અરવલ્લી પર્વતમાળા’ તરીકે ઓળખાવવામાં આવશે.
#BreakingNews | अरावली केस में बड़ा फैसला
सुप्रीम कोर्ट ने नवंबर के आदेश पर रोक लगाई
केंद्र सरकार और चार राज्यों को जारी किया नोटिस
नई एक्सपर्ट कमेटी का गठन करेगा कोर्ट
मामले की अगली सुनवाई 21 जनवरी 2026 को होगी। #AravalliCase #SupremeCourt #AravalliProtection… pic.twitter.com/ErNoWuiLFm
— One India News (@oneindianewscom) December 29, 2025
અરવલ્લીની ચોક્કસ વ્યાખ્યાને લઈને ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વેચ્છાએ (સ્યુઓ મોટો) સંજ્ઞાન લીધું હતું. કેસની સુનાવણી સીઝીએ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી વેકેશન બેન્ચે કરી, જેમાં જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ પણ સામેલ હતા.
વિવાદની પૃષ્ઠભૂમિ એ છે કે, ગયા મહિને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે માત્ર 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને માન્યતા આપી હતી. આ નિર્ણય બાદ રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણપ્રેમીઓ દ્વારા અરવલ્લીની સુરક્ષા માટે તીવ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
A bench led by the Chief Justice of India (CJI) Surya Kant has also ordered the formation of a new expert committee to examine issues that required to be examined in terms of the definition of Aravallis.
The Court has also issued notice to the Centre and the four Aravalli States…
— ANI (@ANI) December 29, 2025
લોકોએ કેન્દ્ર સરકાર સામે આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો. વધી રહેલા વિરોધ અને વાદ-વિવાદને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે 24 ડિસેમ્બરે નવો આદેશ બહાર પાડ્યો હતો, જેમાં અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી ન આપવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની તાજી કાર્યવાહી એ વાતને વધુ મહત્વ આપે છે કે અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા અને ખાણકામ પર કાયદાકીય નિયંત્રણોને હવે વધુ સચેત અને તાકીદવાળી નજર હેઠળ રાખવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel