થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદ વચ્ચે હિંદુ દેવતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ ઊભો કર્યો છે. વિવાદિત સીમા વિસ્તારમાં આવેલી આ લગભગ 9 મીટર ઊંચી મૂર્તિ ડિસેમ્બર 22ના રોજ થાઈ સૈન્ય દ્વારા બુલડોઝર અને એક્સ્કેવેટરની મદદથી તોડી પાડવામાં આવી હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે વિશ્વભરના હિંદુ ધર્માવલંબીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
આ મૂર્તિ કંબોડિયાએ 2013-14 દરમિયાન પ્રેમ વિહાર મંદિર સંકુલની નજીક આન સેસ વિસ્તારમાં સ્થાપિત કરી હતી. થાઈલેન્ડનો દાવો છે કે આ જમીન તેમની છે અને કંબોડિયાએ અતિક્રમણ કરીને ત્યાં મૂર્તિ સ્થાપિત કરી હતી, જ્યારે કંબોડિયા આ વિસ્તારને પોતાની જમીન ગણાવી આ કાર્યવાહીનું કડક શબ્દોમાં નિંદા કરી રહ્યું છે. આ ઘટનાને લઈને ભારત સરકારે પણ સખત પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે થાઈ-કંબોડિયા સરહદ વિવાદથી પ્રભાવિત વિસ્તારમાં એક હિંદુ દેવતાની મૂર્તિ તોડી પાડવામાં આવી હોવાના અહેવાલો અત્યંત ચિંતાજનક છે અને આવા અપમાનજનક કૃત્યો વિશ્વભરના હિંદુ શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
A Hindu deity’s statue was destroyed by Thailand’s army, placed by Cambodia. Both are Buddhist nations with a history of Hindu ancestors are now converting ancient Hindu temples into Buddha viharas. Shameful, Hindus even revere Buddha as an avatar of Vishnu and pay God Buddha too pic.twitter.com/yDPIcoaeUl
— Baba Banaras™ (@RealBababanaras) December 23, 2025
તેમણે ઉમેર્યું કે આ પ્રદેશના લોકો હિંદુ તથા બૌદ્ધ દેવતાઓ પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને આ મૂર્તિઓ સહિયારા સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. ભારતે બંને દેશોને શાંતિ જાળવવા, સંયમ દાખવવા અને વાતચીત તથા રાજદ્વારી માર્ગ દ્વારા વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે. નોંધનીય છે કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ ધાર્મિક પ્રતીકોને નુકસાન પહોંચાડવાની આ ઘટના વિવાદને વધુ ગંભીર બનાવતી જોવા મળી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel