ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે મુસાફરોની સુવિધા, પર્યટન વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આધુનિક રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અપગ્રેડેડ સ્ટેશનો અને નવી રેલ લાઈનો દ્વારા સુધારેલ કનેક્ટિવિટી પ્રદાન કરવાની ભારતીય રેલ્વેની પ્રતિબદ્ધતાનું આ મહત્વપૂર્ણ ઉદાહરણ છે.
આધુનિક સુવિધાઓ સાથે વિશ્વ કક્ષાની મુસાફરી
વંદે ભારત એક્સપ્રેસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ ઓટોમેટિક દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી-એક્ઝિટ ગેટ અને સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેન મુસાફરોને ઝડપી, સલામત અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપશે.
હિંમતનગર સહિત અનેક સ્ટેશનો પર સ્ટોપેજ
ટ્રેન નં. 09663 ઉદયપુર શહેર–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 16 ફેબ્રુઆરી 2026ના રોજ ઉદયપુર શહેરથી બપોરે 12:25 વાગ્યે ઉપડશે અને સાંજે 5:15 વાગ્યે અસારવા પહોંચશે. માર્ગમાં જાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે.
નિયમિત સેવા અને સમયપત્રક
નિયમિત સેવા 18 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડશે.
-
ટ્રેન નં. 26964 અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત સાંજે 5:45 વાગ્યે અસારવાથી ઉપડશે અને રાત્રે 22:00 વાગ્યે ઉદયપુર શહેર પહોંચશે.
-
ટ્રેન નં. 26963 ઉદયપુર શહેર–અસારવા સવારે 06:10 વાગ્યે ઉપડશે અને 10:25 વાગ્યે અસારવા પહોંચશે.
બંને દિશામાં હિંમતનગર, ડુંગરપુર અને ઝવેર સ્ટેશનો પર રોકાણ રહેશે. ટ્રેનમાં કુલ 8 કોચ હશે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારનો સમાવેશ થાય છે.
બુકિંગ અને માહિતી
ટ્રેન નં. 26964 માટે બુકિંગ 15 ફેબ્રુઆરી 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો સ્ટોપેજ, સમય અને ટ્રેનની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel