ગુજરાત રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદના કારણે પાટણ શહેરની આતીત પવિત્ર મા કુંવારિકા સરસ્વતી નદીમાં નવા નીર પ્રવાહિત થયા છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ દ્વારા નદીના નવા નીરનું વધામણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ આયોજન દરમિયાન પાટણ શહેરના ભાજપના અગ્રણી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ખાસ કરીને રમેશભાઈ સિંધવ, પ્રમુખ – પાટણ જિલ્લા, પૂર્વ સંગઠન રાજ્ય મહામંત્રી કે.સી. પટેલ અને અન્ય સમર્પિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સરસ્વતી નદીના નમન અને નવા નીરના આવક માટે કૃતજ્ઞતા વ્યક્ત કરાઇ હતી તથા નદી સાથે લાગણીાત્મક જોડાણ વ્યક્ત કરતું વાતાવરણ સર્જાયું હતું.
પાટણ માટે આ નદી માત્ર જળસ્ત્રોત નહીં પરંતુ સાંસ્કૃતિક વારસો પણ છે. નવી પેઢી સાથે આ સંસ્કૃતિને જાળવવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel