ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલી વિવાદિત શાહી જામા મસ્જિદ નજીકના કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદો બાદ જિલ્લા પ્રશાસને સોમવારે (30 ડિસેમ્બર) ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન માપણીની કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કુલ 22 ગેરકાયદેસર અતિક્રમણ સામે આવ્યા છે.
પ્રશાસનના જણાવ્યા મુજબ સરકારી કબ્રસ્તાનની જમીન પર ગેરરીતે કબજો કરીને મકાન અને દુકાનો બાંધવામાં આવી છે, જેમાંથી કેટલાક અતિક્રમણ તાજેતરના છે જ્યારે કેટલાક ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે, પરંતુ સરકારી રેકોર્ડમાં તેનો કોઈ આધાર નથી.
સંભલના ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ પારદર્શક રીતે માપણી કરાવવામાં આવી હતી અને જ્યાં પણ ગેરકાયદેસર કબજો હોવાનું સાબિત થયું છે ત્યાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. માપણી પૂર્ણ થયા બાદ હવે તમામ કબજેદારોને નોટિસ પાઠવવાનો નિર્ણય લેવાયો છે અને નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel