કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 10 માર્ચે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા અને પરિવહન ક્ષેત્રને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કુલ 6 મોટા પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા. બેઠક પછી માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે સરકારે જળ જીવન મિશન 2.0ને મંજૂરી આપી છે અને આ યોજના હવે 2028 સુધી લંબાવવામાં આવશે.
જળ જીવન મિશન 2.0 માટે ₹8.7 લાખ કરોડ મંજૂર
સરકારે જળ જીવન મિશન 2.0 માટે કુલ ₹8,70,000 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. આ યોજના દ્વારા દેશના ગ્રામિણ વિસ્તારોમાં દરેક ઘરમાં સ્વચ્છ નળના પાણીની સુવિધા પહોંચાડવાનો ઉદ્દેશ છે. સરકારનું માનવું છે કે આ યોજના દ્વારા કરોડો પરિવારોને પીવાના પાણીની સુવિધા મળશે અને ગ્રામિણ જીવનની ગુણવત્તામાં સુધારો થશે.
📡LIVE 📡
Cabinet Briefing by Union Minister @AshwiniVaishnaw
Watch on #MIB 📷
▶️Facebook: https://t.co/2ck5ey5YoA
▶️YouTube:https://t.co/3x86g1vkjv
https://t.co/lTu15oiAVG
— Ministry of Information and Broadcasting (@MIB_India) March 10, 2026
મદુરાઈ એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો
કેન્દ્રીય મંત્રીમંડળે મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની મંજૂરી પણ આપી છે. આ એરપોર્ટ દક્ષિણ તમિલનાડુ માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી અહીંથી વિદેશી ફ્લાઇટ્સ શરૂ થવાની શક્યતા વધશે, જેના કારણે પ્રવાસન, વેપાર અને રોકાણમાં વધારો થવાની અપેક્ષા છે.
જેવર એરપોર્ટ કનેક્ટિવિટી માટે એલિવેટેડ રોડ
કેબિનેટે નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકની કનેક્ટિવિટી સુધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે જેવરથી ફરીદાબાદ સુધી એલિવેટેડ રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી એરપોર્ટ સુધી પહોંચ વધુ ઝડપી અને સરળ બનશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશ અને હરિયાણાની કનેક્ટિવિટીને મજબૂત બનાવશે.
રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી મંજૂરી
કેબિનેટે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. તેમાં સૈંથિયા અને પાકુર વચ્ચે ચોથી રેલ લાઈન તેમજ સંતરાગાછી અને ખડગપુર વચ્ચે ચોથી રેલ લાઈન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા ટ્રેન વ્યવહાર વધુ સુગમ બનશે અને માલવહન ક્ષમતા વધશે.
મધ્યપ્રદેશમાં હાઈવે પ્રોજેક્ટને મંજૂરી
આ બેઠકમાં મધ્યપ્રદેશમાં નવા હાઈવે પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે અને વેપાર તથા પરિવહન સુવિધાઓમાં વધારો કરશે.
પીએમ મોદીની મંત્રીઓને ખાસ સૂચના
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના ભારત પર પડતા પ્રભાવ અંગે સાવચેત રહેવા અને દેશના નાગરિકો પર તેની અસર ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપી. તેમણે સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી રાખવા પણ જણાવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel