તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સતત ફ્લાઇટ રદ થવી, શિડ્યુલ ખલાસ થવો અને લાખો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરાવ્યા બાદ આખું દેશ એક મોટા હવાઈ સંકટની ચર્ચામાં છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં કેન્દ્ર સરકારે ઇન્ડિગો સામે કડક કામગીરીની તૈયારી શરૂ કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ 8 ડિસેમ્બરે સ્પષ્ટ કર્યું કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા પર કોઈ અસર ન પડે તે માટે સરકાર ઇન્ડિગોના શિયાળાના ફ્લાઇટ શિડ્યુલમાં ઘટાડો લાવવાના પગલાં લઈ રહી છે.
હાલમાં ઇન્ડિગો દરરોજ આશરે 2,200 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, પરંતુ વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તેમાં લગભગ 5% સુધીનો ઘટાડો થઈ શકે છે, જે મુજબ દરરોજની લગભગ 110 ફ્લાઇટ્સ અન્ય એરલાઇન્સને સોંપી શકાય છે. આ ઘટાડો પરિસ્થિતિ મુજબ આગળ વધારી શકાય તેવી પણ શક્યતા છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં 7 લાખથી વધુ PNR અને હજારો ફ્લાઇટ્સ રદ્દ થઈ ચૂકી છે, જેને કારણે વ્યાપક અફરાતફરી સર્જાઈ છે.
ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપ્યા છે અને DGCAએ પણ ઇન્ડિગોને શો-કોઝ નોટિસ આપી છે. ઇન્ડિગોએ તેના જવાબમાં ટેકનિકલ ખામીઓ, શિયાળાના શિડ્યુલ ફેરફાર, ખરાબ હવામાન, એર ટ્રાફિક કન્ઝેસ્ટન અને નવા FDTL ફેઝ-2 રોસ્ટરિંગ નિયમોને જવાબદાર ગણાવ્યા છે.
છતાં, કેન્દ્ર સરકાર આ જવાબોથી અસંતોષ દેખાડતી જોવા મળે છે અને આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન ઑપરેટર્સની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે, જેમાં મુસાફરોની સુરક્ષા, ભવિષ્યની નીતિઓ અને ઇન્ડિગો પર લાગૂ થનારી કડક કાર્યવાહી પર અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel