બાબરી મસ્જિદની ઈંટોને લઈને અગાઉ ચર્ચામાં આવેલા અને તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સસ્પેન્ડ થયેલા નેતા હુમાયું કબીરે હવે પોતાની નવી રાજકીય પાર્ટી બનાવીને બંગાળની રાજનીતિમાં ખુલ્લો પડકાર ફેંક્યો છે. TMC દ્વારા સસ્પેન્શન બાદ હુમાયું કબીરે પોતાના નવા રાજકીય દાવની જાહેરાત કરી અને પાર્ટીનું નામ ‘જનતા ઉન્નયન પાર્ટી’ રાખ્યું છે. તેમણે આવનારા વર્ષે બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડવાનો પણ સ્પષ્ટ એલાન કરી દીધો છે.
સોમવારે (22 ડિસેમ્બર) મુર્શિદાબાદ જિલ્લાના રેજીનગરમાં યોજાયેલી બેઠક દરમિયાન હુમાયું કબીરે નવી પાર્ટીની ઔપચારિક શરૂઆત કરી હતી. આ સાથે જ તેમણે બંગાળની તમામ 294 વિધાનસભા બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખીને ચૂંટણી લડવાની તૈયારી જાહેર કરી, જ્યારે રેજીનગર અને બેલડાંગા બેઠક પરથી તેઓ પોતે ઉમેદવાર રહેશે. હુમાયું કબીરે દાવો કર્યો કે તેમની પાર્ટી બંગાળની રાજનીતિમાં ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવશે અને માત્ર મુર્શિદાબાદ જિલ્લામાં જ તેઓ 10 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
Suspended #TMC leader Humayun Kabir floats new party today in #Murshidabad.
He has named his party as ‘Janta Unnayan Party’. Will field candidates- in each assembly seats of #WestBengal in the ensuing assembly polls.
He will contest from Rejinagar & Beldanga assembly seats. pic.twitter.com/jnbUVL0EXm
— Pooja Mehta (@pooja_news) December 22, 2025
રાજકીય નિરીક્ષકો માને છે કે બાબરી મસ્જિદના મુદ્દાને આધારે હુમાયું કબીરે પોતાની નવી રાજકીય દિશા નક્કી કરી છે અને તેમની નજર હવે બંગાળની લગભગ 30 ટકા મુસ્લિમ વોટબેન્ક પર કેન્દ્રિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel