નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સંગઠન ટીમ, જિલ્લા મોરચા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ વિવિધ મંડલોના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠન સશક્તિકરણ, ગ્રામ્ય વિકાસ અને જનકલ્યાણના કાર્યોને છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આગામી કાર્યક્રમો અને પ્રચાર અભિયાનને લઈને સુવ્યવસ્થિત આયોજન કરવા માટે વિવિધ સૂચનો રજૂ થયા. સંગઠનને વધુ વ્યાપક અને સક્રિય બનાવવા માટેની વ્યૂહરચના પર ખાસ ભાર મુકાયો.
જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવે જણાવ્યું હતું કે, “સંગઠનની મજબૂતી જ જનસેવાની સફળતાની ચાવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપીને પાર્ટીના ધ્યેયને આગળ વધારવાનો અમારો સંકલ્પ છે.” તેમણે તમામ પદાધિકારીઓને વધુ સક્રિયતા અને સમર્પણ સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી.
બેઠકમાં આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમો, જનસંપર્ક અભિયાન અને બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત બનાવવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ કાર્યકરો દ્વારા સંગઠનને વધુ અસરકારક બનાવવાના સંકલ્પ સાથે ચર્ચા-વિચારણા પૂર્ણ કરવામાં આવી.
આ પ્રકારની આયોજનાત્મક બેઠકો દ્વારા નર્મદા જિલ્લામાં પાર્ટીના આધારસ્તંભને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ મળશે અને જિલ્લામાં વિકાસ કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel