નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. સામાન્ય રીતે રાજકીય મંચો અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર કટુ ટિપ્પણીઓ કરતા આ બે નેતાઓને સાથે વાતચીત કરતા જોતા સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પ્રસંગ મહાત્મા જ્યોતિબા ફૂલેની 200મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દરમિયાનનો છે. સંસદ પરિસરમાં આવેલા ‘પ્રેરણા સ્થળ’ ખાતે ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
जब संसद के अंदर राहुल गांधी से मिले पीएम मोदी
आज देश की संसद के अंदर से आया एक वीडियो खूब सुर्खियां बटोर रहा है.
वीडियो है प्रधानमंत्री नरेंद्र मोदी और सांसद राहुल गांधी की मुलाकात का.
हाथ जोड़ा, हाल-चाल पूछा; संसद के अंदर राहुल गांधी से मिले पीएम मोदी, काफी देर तक हुई… pic.twitter.com/07pDnBvgrL
— One India News (@oneindianewscom) April 11, 2026
આ કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ તેમજ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી જ્યારે સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે તમામ નેતાઓ સાથે સૌજન્ય મુલાકાત કરી. ખાસ કરીને, જ્યારે તેઓ રાહુલ ગાંધી પાસે પહોંચ્યા, ત્યારે થોડા સેકન્ડ માટે રોકાઈને બંને વચ્ચે ટૂંકી ચર્ચા થઈ હતી, જે વીડિયો દ્વારા સ્પષ્ટ જોવા મળે છે.
રાજકીય સ્પર્ધા હોવા છતાં આ મૈત્રીપૂર્ણ વાતચીતે રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયા પર વિશેષ ધ્યાન ખેંચ્યું છે. ઘણા લોકોએ આ ક્ષણને ભારતીય લોકશાહીની સકારાત્મક ઝલક તરીકે પણ ગણાવી છે.
#WATCH | Delhi: President Droupadi Murmu, Vice President CP Radhakrishnan, PM Narendra Modi, Lok Sabha Speaker Om Birla, Lok Sabha LoP Rahul Gandhi and others paid floral tribute to Mahatma Jyotiba Phule on his 200th birth anniversary today.
Visuals from Prerna Sthal on the… pic.twitter.com/DtJxMBRDVI
— ANI (@ANI) April 11, 2026
મહાત્મા ફૂલેને શ્રદ્ધાંજલિ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ફૂલેનું જીવન સમાનતા, ન્યાય અને શિક્ષણના આદર્શો માટે સમર્પિત હતું. તેમણે ખાસ કરીને મહિલાઓ અને વંચિત વર્ગોના અધિકારો માટે અવિરત લડત આપી હતી.
મોદીએ વધુમાં કહ્યું કે ફૂલેના પ્રયાસોના પરિણામે શિક્ષણ આજે સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ફૂલેના વિચારો સમાજને પ્રગતિના માર્ગે આગળ વધારતા રહેશે.
11 એપ્રિલ 1827ના રોજ જન્મેલા મહાત્મા ફૂલેની 200મી જન્મજયંતિ નિમિત્તે સંસદમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel