પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિસ્તારમાં ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે નાગરિકો અને સમુદ્રી કર્મચારીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
વિદેશ મંત્રાલય (Ministry of External Affairs India) અને શિપિંગ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલ તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
#WATCH | Delhi | MEA spokesperson Randhir Jaiswal says, "We are in discussions with several countries regarding the Strait of Hormuz. We are trying to ensure that, firstly, our remaining ships there also return safely." pic.twitter.com/zO8EKs7qsl
— ANI (@ANI) April 15, 2026
2,337 નાવિકોની સુરક્ષિત વાપસી
શિપિંગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે જણાવ્યું કે પર્સિયન ગલ્ફ વિસ્તારમાં કાર્યરત તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2,337 નાવિકોને સફળતાપૂર્વક ભારત પરત લાવવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ 75 નાવિકો સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
#WATCH | Delhi | Additional Secretary of the Ports, Shipping and Waterways Ministry, Mukesh Mangal, says, "… All Indian seafarers in the Persian Gulf region are currently safe. No incident reports involving Indian-flagged vessels have been received in the past 24 hours… The… pic.twitter.com/V6UFEEgaMf
— ANI (@ANI) April 15, 2026
ઉર્જા સુરક્ષા માટે ભારતની રણનીતિ
સરકારે જણાવ્યું કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ દેશોમાંથી તેલની ખરીદી વધારી રહ્યું છે. Ministry of Petroleum and Natural Gas India હેઠળ ભારત 1.4 અબજ લોકોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વૈકલ્પિક સપ્લાય ચેઈન વિકસાવી રહ્યું છે. હોર્મુઝ વિસ્તારમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સતત અન્ય દેશો સાથે સંપર્કમાં છે.
#WATCH | Delhi | MEA spokesperson Randhir Jaiswal says, "… We continue to buy oil from diversified sources, keeping in mind the energy security needs of 1.4 billion people, the current situation in the international market, and the global situation we have to deal with." pic.twitter.com/Rg2zlJDYpb
— ANI (@ANI) April 15, 2026
ભારતીય બંદરો પર સ્થિતિ સામાન્ય
સરકારના જણાવ્યા મુજબ દેશના તમામ બંદરો પર કામગીરી સંપૂર્ણપણે સામાન્ય છે. કોઈ પણ બંદર પર ભીડ, વિલંબ કે કામગીરીમાં અવરોધના અહેવાલ નથી. આથી સ્પષ્ટ થાય છે કે ભારતની સમુદ્રી અને લોજિસ્ટિક સિસ્ટમ મજબૂત છે.
રાજદ્વારી અને સુરક્ષા પગલાં
ભારત દ્વારા રાજદ્વારી સ્તરે સતત મંત્રણા ચાલી રહી છે જેથી જહાજોની અવરજવર સુરક્ષિત રીતે થઈ શકે. છેલ્લા 24 કલાકમાં કોઈ પણ ભારતીય જહાજ સાથે અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. સાથે જ તેલ પુરવઠો જળવાઈ રહે તે માટે નવા ઉર્જા સ્ત્રોતોની શોધ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel