ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્સવ મનાવાયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવારોને ભારે બહુમતી મળતાં સર્વત્ર કેસરિયો લહેરાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય પર આ ભારે બહુમતી મળતાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જણાવ્યું છે અને તેમાં એક એક કાર્યકર્તાની જહેમત પણ રહ્યાનું જણાવ્યું. આ પ્રસંગે તેઓએ કહ્યું કે, ભાજપની વિચારધારા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં સર્વત્ર વિકાસ કાર્યોની નોંધ મતદારોએ લીધી છે અને સ્થાનિક ચૂંટણીઓમાં આ વિજય મળ્યો છે.
ભાવનગર જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં મળેલી બહુમતીથી યોજાયેલ વિજયોત્સવમાં હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel