રાજપીપલા નગરપાલિકામાં નવી નિમણૂકો જાહેર થતા શહેરના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
નગરપાલિકા પ્રમુખ તરીકે શિવાનીબેન મહેતા, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષભાઈ (રાહુલ) વસાવા, કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, પ્રક્ષનેતા તરીકે પ્રગ્નેશભાઈ રામી તેમજ દંડક તરીકે અમિતભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે.
આ તમામ આગેવાનોને કાર્યકરો, શહેરજનો તેમજ શુભેચ્છકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી શહેરના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનસેવાના કાર્યોમાં સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
“સૌના સહકારથી રાજપીપલાના વિકાસને નવી દિશા મળશે” એવી આશા સાથે નવી ટીમ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel