ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષ સ્થાને કપડવંજ એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
“વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ થઈ ગયા છે. ગુજરાત વિકાસની ૨૪ વર્ષની સફરની યાદમાં વિકાસ સપ્તાહ દર વર્ષે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવી રહ્યો છે.” એમ પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ,”વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેતીને પ્રોત્સાહન મળ્યું છે. વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદેશ્ય રાજ્યની વિકાસયાત્રામાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને નાગરિકો માટે કરાયેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો છે.”
આ પ્રસંગે ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને ‘આત્મા’ પ્રોજેક્ટ ના લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રકનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ખેડૂતોને નવીનલક્ષી માહિતી મળે તે માટે કૃષિ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલ કૃષિ વિજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનની સૌએ મુલાકાત લીધી હતી તેમજ માહિતી મેળવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જે. કે. પરમાર, પ્રાંત અધિકારી એ.બી. ઝાલા, મામલતદાર સંગીતા મેનીયા, તાલુકા વિકાસ અધિકારી બીપીન પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ, બ્રહ્મભટ્ટ, એપીએમસી પૂર્વ ચેરમેન નિલેશ સહકારી અગ્રણી જયેશ પટેલ, ધુળાભાઈ સોલંકી, ગણપત રાઠોડ, સરપંચ એસોસિએશનના પ્રમુખ રૂપસિંહ પરમાર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સ્થાનિકો તેમજ પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
રીપોર્ટર સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel