સોમવારે સુપ્રીમ કોર્ટના પરિસરમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર એક વકીલ દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે આશરે 60 વર્ષીય વકીલ રાકેશ કિશોર અચાનક ઊભા થઈ ગયા અને “હિન્દુસ્તાન સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે” જેવા સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે બેન્ચ તરફ નિશાન સાધીને ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોર્ટરૂમમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક સાવચેતી રાખીને તેને કાબૂમાં લીધો અને ઘટનાસ્થળે જ અટકાયત કરી લીધી.
CJI की अदालत में वकील का हंगामा, जूता फेंकने की कोशिश, हिरासत में लिया गया
सुप्रीम कोर्ट में मुख्य न्यायाधीश (CJI) बी. आर. गवई की अदालत में एक वकील ने हंगामा खड़ा कर दिया। उसने CJI की ओर जूता फेंकने की कोशिश की, लेकिन सुरक्षाकर्मियों ने तुरंत उसे हिरासत में ले लिया।
जब पुलिस… pic.twitter.com/fCSOtD02yh
— One India News (@oneindianewscom) October 6, 2025
ચીફ જસ્ટિસ ગવઈ પર હુમલાની આ કોશિશથી સુનાવણી દરમિયાન અચાનક તણાવ સર્જાયો હતો, પરંતુ મુખ્ય ન્યાયાધીશે પોતાના વર્તનથી સંયમ દાખવ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મને આવી બાબતોથી કોઈ ફર્ક પડતો નથી” અને થોડા ક્ષણો બાદ ફરીથી સુનાવણી શરૂ કરી દીધી. આ ઘટના બાદ હાજર વકીલોએ પણ જણાવ્યું કે ચીફ જસ્ટિસ બિલકુલ પ્રભાવિત થયા વગર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું, જેનાથી અદાલતમાં શિસ્ત જળવાઈ રહી.
Lawyer attempts to throw object at CJI BR Gavai
Read @ANI Story | https://t.co/Asi23hReAn#BRGavai #CJI #SupremeCourt pic.twitter.com/Z6UdyApFZv
— ANI Digital (@ani_digital) October 6, 2025
પોલીસે આરોપી રાકેશ કિશોરને કસ્ટડીમાં લઇ તેની પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કિશોર પાસે એન્ટ્રી કાર્ડ હતું, જે વકીલો અને કારકુનોને આપવામાં આવે છે. આ કારણસર તે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પ્રવેશી શક્યો હતો. ઘટના બાદ નવી દિલ્હી જિલ્લાના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના ડીસીપી તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ લીધો. હાલમાં સુરક્ષા એજન્સીઓ હુમલાખોરની માનસિક સ્થિતિ, તેના હેતુઓ અને સંભવિત પૃષ્ઠભૂમિ અંગે વિગતવાર તપાસ કરી રહી છે.
આ બનાવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા કર્યા છે, જોકે ચીફ જસ્ટિસની શાંતિપૂર્ણ અને મજબૂત પ્રતિક્રિયા લોકચર્ચામાં રહી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel