અયોધ્યામાં આજે રામમંદિરની પ્રતિષ્ઠા દ્વાદશી ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસિક અવસરની વર્ષગાંઠ નિમિત્તે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રામલલાનો અભિષેક કરવામાં આવ્યો હતો, સાથે યજ્ઞ, હવન અને પરંપરાગત પૂજા વિધિઓનું પણ આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો અને પુજારીઓએ ભાગ લીધો હતો.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Defence Minister Rajnath Singh and CM Yogi Adityanath hoist the flag at the Annapurna Temple on the occasion of the second anniversary of Ram Lalla’s Pran Pratishtha. pic.twitter.com/50ea07M1d9
— ANI (@ANI) December 31, 2025
આ ખાસ પ્રસંગે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. બંને નેતાઓએ સૌપ્રથમ હનુમાન ગઢીમાં દર્શન અને પૂજન કર્યું હતું, ત્યારબાદ તેઓ રામ જન્મભૂમિ પર નિર્મિત ભવ્ય રામમંદિર પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠના અવસરે યોજાયેલી પૂજામાં ભાગ લેતા પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રામલલાની આરતી કરી હતી. ત્યારબાદ તેમણે અન્નપૂર્ણા મંદિરમાં ધ્વજારોહણ પણ કર્યું હતું, જે આ ઉજવણીનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો.
#WATCH अयोध्या: रक्षा मंत्री राजनाथ सिंह और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने प्रतिष्ठा द्वादशी और राम लला प्राण प्रतिष्ठा की दूसरी वर्षगांठ के अवसर पर राम जन्मभूमि मंदिर में राम लला की पूजा की। pic.twitter.com/dpiyPayYlC
— ANI_HindiNews (@AHindinews) December 31, 2025
રામમંદિર દર્શન અને પૂજા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિરના બહાર નીકળવાના દ્વાર નજીક આવેલા અંગદ ટીલાથી જનતાને સંબોધન કરવાની પણ યોજના છે. પ્રતિષ્ઠા દ્વાદશી અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ નિમિત્તે બંને નેતાઓએ રામ જન્મભૂમિ મંદિરમાં વિધિવત પૂજા અર્ચના કરી હતી.
PM Narendra Modi tweets, "Today, the second anniversary of the Pran Pratishtha of Ram Lalla is being celebrated on the sacred land of Ayodhya Ji. This anniversary is a divine festival of our faith and traditions…" pic.twitter.com/8NmjyiOvk9
— ANI (@ANI) December 31, 2025
આ અવસરે ઉત્તર પ્રદેશના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ લગભગ 500 વર્ષના લાંબા સંઘર્ષ અને આસ્થાનું પરિણામ છે. તેમણે તેને ભારતના ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી અને જણાવ્યું હતું કે આવા પાવન અને ઐતિહાસિક પ્રસંગને સમગ્ર સમાજે આનંદ, ઉત્સાહ અને ઉજવણી સાથે મનાવવો જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel