દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં મુખ્ય આરોપી ઉમર ખાલિદને દિલ્હીની કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.
ખાલિદે બહેનનાં લગ્નમાં જવા માટે વચગાળાની રાહત માગતી અરજી કોર્ટ સમક્ષ કરી હતી, જેની ઉપર સુનાવણી બાદ એડિશનલ સેશન્સ જજ સમીર બાજપાઈએ મંજૂરી આપી. ઉમર ખાલિદને કોર્ટે 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી વચગાળાના જામીન આપ્યા છે. મુદત પૂર્ણ થયા બાદ તે ફરી જેલભેગો થશે.
કોર્ટે આ સાથે અમુક શરતો પણ મૂકી છે. જે અનુસાર, ઉમર ખાલિદ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. આ સમયગાળા દરમિયાન તે માત્ર પરિવારના સભ્યો, મિત્રો અને સબંધીઓને જ મળી શકશે.
#Breaking
Delhi court grants Umar Khalid interim bail to attend his sister's wedding.
Khalid to remain on bail from December 16 to December 29. #UmarKhalid #InterimBail pic.twitter.com/e311NOFYM4
— Bar and Bench (@barandbench) December 11, 2025
ઉમર ખાલિદ માત્ર ઘરે જ રહી શકશે અને જ્યાં લગ્નના કાર્યક્રમો છે ત્યાં જ જઈ શકશે, જેની યાદી પહેલેથી જ કોર્ટને આપી દેવામાં આવી હતી. લગ્ન 27 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યાં છે.
સપ્ટેમ્બર 2020થી જેલમાં બંધ ઉમર ખાલિદને આ પહેલાં ડિસેમ્બર 2024માં કોર્ટે કઝિનનાં લગ્ન માટે વચગાળાના સાત દિવસના જામીન આપ્યા હતા.
ઉમર ખાલિદની નિયમિત જામીનની અરજી ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટ ફગાવી ચૂકી છે. ખાલિદ અને અન્ય આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel