click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ
Gujarat

ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યા છે.

Last updated: 2025/10/09 at 2:59 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વર્ષથી વધુ સમયથી ચાલતા વિનાશકારી યુદ્ધને સમાપ્ત કરવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની મધ્યસ્થતામાં તૈયાર થયેલી આ યોજનાના પ્રથમ ચરણ હેઠળ ગાઝામાં લડાઈ રોકવા, બંધકોને મુક્ત કરવા અને ઈઝરાયલી સેનાને કેટલીક સરહદ સુધી પાછી ખેંચવા અંગે બંને પક્ષોએ સહમતિ આપી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, “અમે પ્રમુખ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારનું સ્વાગત કરીએ છીએ. આ નિર્ણય ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મજબૂત અને સંકલ્પબદ્ધ નેતૃત્વનું પ્રતિબિંબ છે. ભારત હંમેશા શાંતિ, સ્થિરતા અને માનવતા માટે વચનબદ્ધ રહ્યું છે.” વડાપ્રધાન મોદીએ આ સાથે આશા વ્યક્ત કરી કે આ કરાર મધ્યપૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિને અંત આપીને, એક નવી શાંતિપૂર્ણ શરૂઆતનું માર્ગદર્શન કરશે.

We welcome the agreement on the first phase of President Trump's peace plan. This is also a reflection of the strong leadership of PM Netanyahu.

We hope the release of hostages and enhanced humanitarian assistance to the people of Gaza will bring respite to them and pave the way…

— Narendra Modi (@narendramodi) October 9, 2025

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સત્તાવાર સોશિયલ મીડિયા સાઇટ Truth Social પર પોસ્ટ કરી હતી કે, “મને ગર્વ છે કે ઈઝરાયલ અને હમાસે અમારી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર સહમતિ વ્યક્ત કરી છે. તેનો અર્થ એ છે કે, તમામ બંધકો ઝડપથી મુક્ત થશે અને ઈઝરાયલ પોતાની સેનાને એક નિર્ધારિત સરહદ સુધી પાછી ખેંચશે. આ મજબૂત, સ્થાયી અને અનંત શાંતિ તરફનું પહેલું મોટું પગલું છે.” ટ્રમ્પે જણાવ્યું કે આ કરાર માત્ર ઈઝરાયલ અને પેલેસ્ટાઇન માટે જ નહીં, પણ સંપૂર્ણ આરબ વિશ્વ, મુસ્લિમ રાષ્ટ્રો, અમેરિકા અને સમગ્ર માનવતા માટે ઐતિહાસિક દિવસ સાબિત થશે.

ટ્રમ્પે કતાર, મિસ્ર અને તૂર્કિયેના મધ્યસ્થીઓનો પણ આભાર માન્યો છે, જેમણે બંને પક્ષો વચ્ચે ચર્ચાને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમેરિકન વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, આ કરારના અમલીકરણ પછી પ્રથમ તબક્કામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા તમામ ઈઝરાયલી નાગરિકો અને વિદેશી નાગરિકોને મુક્ત કરાશે, જ્યારે ઈઝરાયલ તરફથી પણ નિર્ધારિત સંખ્યામાં પેલેસ્ટિનીય કેદીઓને છોડવાની પ્રક્રિયા શરૂ થશે.

આ ઐતિહાસિક કરારની જાહેરાત બાદ તેલ અવીવમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. બે વર્ષથી પોતાના પરિવારજનોના ગાયબ થવાની અને બંધક બનવાની પીડામાં જીવી રહેલા ઈઝરાયલી પરિવારો આ સમાચાર સાંભળી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. રસ્તાઓ પર લોકો નાચતા, આતશબાજી કરતા અને એકબીજાને મીઠાઈ વહેંચતા જોવા મળ્યા. ઈઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, ગાઝા દ્વારા બંધક બનાવવામાં આવેલા કુલ 250 લોકોમાંથી 20 જીવિત છે, જ્યારે 28ના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે. બાકી બંધકો વિશે હજુ પણ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

Tel Aviv and Gaza tonight. Ceasefire! pic.twitter.com/i2RapXOhTh

— Alon-Lee Green – ألون-لي جرين – אלון-לי גרין 🟣 (@AlonLeeGreen) October 9, 2025

ગાઝા યુદ્ધ, જે બે વર્ષથી વધુ સમયથી ચાલે છે, તેમાં અત્યાર સુધી 67,000થી વધુ લોકોના મોત થયા છે, જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. યુદ્ધને કારણે લાખો લોકો ગૃહવિહોણા બન્યા છે, અને પ્રદેશમાં માનવતાવાદી સંકટ સર્જાયું છે. આવા સમયમાં આ કરાર એક આશાની કિરણ તરીકે જોવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આ કરારને સ્વાગત કરતાં કહ્યું છે કે આ પ્રયાસ જો સફળ થાય તો મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપનાની દિશામાં તે એક ઐતિહાસિક મોડી પરંતુ જરૂરી શરૂઆત સાબિત થશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Breaking news, breakingnews, CM Gujarat, GAZA, gujarat, gujarati news, Hamas, internationalnews, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, PM Benjamin Netanyahu, pm modi, topnews, topnewschannelinindia, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલી સેના, ગાઝા યુદ્ધ, ડોનાલ્ડ ટ્રમ્પ, નેતન્યાહૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હમાસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીના હસ્તે ડોલવણ તાલુકામાં ગામજનોની સુખાકારી માટેની જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
Next Article ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?