ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું. તોગડિયા દ્વારા ભારતીય હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ડૉ. તોગડિયાએ કહ્યું કે, ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે, પરંતુ આ બહુમતીને મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સંગઠિત પ્રયાસો જરૂરી છે. હિન્દુ સમાજને જાગૃત થઈને પોતાના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ, જેથી આપણી સંસ્કૃતિ અને ધર્મ અટલ રહે.
આ કાર્યક્રમ દરમિયાન ડૉ. તોગડિયાએ હાજર હિન્દુઓને પ્રતિજ્ઞા લેવડાવી કે, “અમે હિન્દુઓને પ્રાથમિકતા આપીને રોજગાર આપીશું અને હિન્દુ દુકાનદારો પાસેથી જ ખરીદી કરીશું.” આ પ્રતિજ્ઞા દ્વારા હિન્દુ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવીને સ્વાવલંબી બનવાનો દૃઢસંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમમાં ડૉ. પ્રવિણ તોગડિયાએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પરમ પૂજ્ય શ્રી રામદાસ મહારાજના યોગદાનને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે, શ્રી રામદાસ મહારાજ જેવા મહાન સંતોના આશીર્વાદથી જ હિન્દુ ધર્મની જ્યોત અટલ રહી છે. તેમના જીવન અને ઉપદેશોને અનુસરીને આજે પણ હિન્દુ સમાજને માર્ગદર્શન મળે છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel