મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પરિષદ (ZP) અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે. રાજ્યના 12 જિલ્લાઓમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 731 જિલ્લા પરિષદ બેઠકો અને 1,462 પંચાયત સમિતિ બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા અંતિમ પરિણામો અનુસાર મહાયુતિએ 731માંથી 552 જિલ્લા પરિષદ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે પંચાયત સમિતિની 1,462 બેઠકોમાંથી 1,000થી વધુ બેઠકો જીતતાં ગઠબંધને ગ્રામિણ રાજકારણમાં મજબૂત સ્થિતિ દર્શાવી છે. આ જીતે 2017ના અગાઉના રેકોર્ડને પણ પાછળ મૂક્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.
પરિણામો જાહેર થતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે મહાનગરપાલિકા અને નગરપાલિકા ચૂંટણીઓ બાદ જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં મળેલ મજબૂત જનાદેશ દર્શાવે છે કે મહારાષ્ટ્રની જનતા સુશાસન અને વિકાસ માટે પ્રતિબદ્ધ ગઠબંધનને સમર્થન આપે છે. તેમણે મહારાષ્ટ્રની જનતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને મહાયુતિના કાર્યકર્તાઓને અભિનંદન આપતાં જણાવ્યું કે તેમની તળિયાના સ્તરે કરેલી મહેનતે આ જીત શક્ય બનાવી છે.
Once again, Maharashtra blesses BJP and Mahayuti!
After the resounding success of the BJP and Mahayuti in the Municipal Corporation and Municipal Council elections, the people of Maharashtra have given a strong mandate to us in the Zilla Parishad elections. It is clear that…
— Narendra Modi (@narendramodi) February 9, 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જીતને લઈને પ્રતિભાવ આપતા કહ્યું કે દેશના ખૂણેખૂણામાં વસતી જનતાનો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ પર સતત મજબૂત બની રહ્યો છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે તથા રાજ્યના ભાજપ નેતૃત્વને અભિનંદન પાઠવ્યા.
निवडणूक कोणतीही असो, महाराष्ट्रासह देशाच्या कानाकोपऱ्यातील जनतेचा मोदीजींच्या नेतृत्वाखालील भाजपप्रणित NDA वर विश्वास आहे. महाराष्ट्र जिल्हा परिषद निवडणुकीत NDA मिळालेला प्रचंड विजय हा मुख्यमंत्री श्री @Dev_Fadnavis जी यांच्या नेतृत्वाखालील महायुती सरकारवरील जनतेच्या विश्वासाचा…
— Amit Shah (@AmitShah) February 9, 2026
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે નગરપાલિકા અને મહાનગરપાલિકા બાદ જિલ્લા પરિષદની ચૂંટણીમાં મળેલ સમર્થન ભાજપ અને મહાયુતિની વિકાસમુખી નીતિઓ પર લોકોનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે વિશ્વાસ આપ્યો કે જનતાએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા સરકાર સતત કામ કરશે. ચૂંટણીના વિગતવાર વિશ્લેષણ મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) 225 જિલ્લા પરિષદ બેઠકો અને 500થી વધુ પંચાયત સમિતિ બેઠકો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ખાસ કરીને વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે.
पुन्हा एकदा भाजपाच नंबर 1…
भाजपा-महायुतीला दणदणीत यश…!
नगरपालिका आणि महानगरपालिका निवडणुकीपाठोपाठ जिल्हा परिषदेच्या निवडणुकीत सुद्धा जनतेने आपला भक्कम पाठिंबा भाजपा आणि महायुतीला दर्शविला आहे, मी त्यांना कोटी कोटी धन्यवाद देतो.
भाजपा आणि महायुतीवर आपण दाखविलेला विश्वास सार्थ… pic.twitter.com/3E4PO2gWPp
— Devendra Fadnavis (@Dev_Fadnavis) February 9, 2026
ગઠબંધનના અન્ય સાથી પક્ષોમાં અજિત પવારના નેતૃત્વ હેઠળની NCP બીજા ક્રમે રહી છે, જેણે 165 જિલ્લા પરિષદ બેઠકો અને 350થી વધુ પંચાયત સમિતિ બેઠકો જીતી છે અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પોતાની પકડ જાળવી રાખી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ પણ 162 જિલ્લા પરિષદ બેઠકો તથા 300થી વધુ પંચાયત સમિતિ બેઠકો જીતતાં કોંકણ અને મરાઠવાડા વિસ્તારોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધન ‘મહાવિકાસ આઘાડી’ માટે પરિણામો નિરાશાજનક રહ્યા છે. કોંગ્રેસ માત્ર 55 જિલ્લા પરિષદ અને 120 પંચાયત સમિતિ બેઠકો સુધી સીમિત રહી, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ને 43 જિલ્લા પરિષદ અને 90 પંચાયત સમિતિ બેઠકો મળી. શરદ પવારની NCPને 26 જિલ્લા પરિષદ અને 50 પંચાયત સમિતિ બેઠકો સાથે ત્રીજા ક્રમે સંતોષ માનવો પડ્યો. અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ મળીને 55 જિલ્લા પરિષદ અને આશરે 150 પંચાયત સમિતિ બેઠકો પર જીત મેળવી.
જિલ્લાવાર પરિણામોમાં મહાયુતિનું વર્ચસ્વ સ્પષ્ટ જોવા મળ્યું. અજિત પવારના આકસ્મિક નિધન બાદ આ પહેલી મોટી ચૂંટણી માનવામાં આવી રહી હતી. પુણે જિલ્લા પરિષદમાં 73માંથી 51 બેઠકો જીતીને NCPએ ગ્રામિણ પુણેમાં પોતાની મજબૂત હાજરી સાબિત કરી. રત્નાગિરીમાં એકનાથ શિંદેની શિવસેનાએ 56માંથી 41 બેઠકો જીતતાં દબદબો જાળવી રાખ્યો, જ્યારે રાયગઢમાં પણ 23 બેઠકો સાથે શિવસેનાએ સત્તા જાળવી. સિંધુદુર્ગમાં મહાયુતિએ 50માંથી 41 બેઠકો જીતતાં ભાજપે 27 બેઠકો સાથે નોંધપાત્ર સફળતા મેળવી. કોંગ્રેસ માત્ર કોલ્હાપુર જિલ્લામાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકી, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીઓને ગ્રામિણ વિસ્તારોમાં મોટો ફટકો પડ્યો. આ ચૂંટણીમાં કુલ મતદાનનો દર 68.28% નોંધાયો હતો, જે ગ્રામિણ રાજકારણમાં મતદારોની ઊંચી ભાગીદારી દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel