19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays a floral tribute to Mahatma Jyotiba Phule on his 200th birth anniversary today.
Visuals from Prerna Sthal on the Parliament premises.
(Video Source: DD) pic.twitter.com/FWIEw0i4CB
— ANI (@ANI) April 11, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ અવસરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિસ્તૃત બ્લોગ શેર કરીને મહાત્મા ફૂલેને રાષ્ટ્રના સામાજિક પરિવર્તન માટે અવિરત પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે.
On the birth anniversary of Mahatma Jyotirao Phule, paying tributes to a visionary social reformer who dedicated his life to the ideals of equality, justice and education. He was also a pioneer in championing the rights of women and the marginalised. Through his efforts,…
— Narendra Modi (@narendramodi) April 11, 2026
‘ભારતને માર્ગ બતાવતો પ્રકાશ’
પીએમ મોદીએ પોતાના બ્લોગને “મહાત્મા જ્યોતિરાવ ફૂલે: એ લાઈટ ધેટ સ્ટિલ શોઝ ઈન્ડિયા ધ વે” શીર્ષક આપ્યું છે. તેમણે લખ્યું કે મહાત્મા ફૂલે માત્ર સમાજ સુધારક નહોતા, પરંતુ નૈતિક હિંમત અને સમાજ માટેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક હતા.
શિક્ષણ અને સ્ત્રી સશક્તિકરણ પર ભાર
મહાત્મા ફૂલેનું મુખ્ય માનવું હતું કે શિક્ષણ દરેક માટે સમાન રીતે ઉપલબ્ધ હોવું જોઈએ. તેમણે ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રાથમિકતા આપી હતી. તેમના વિચારો અનુસાર, “શાળાઓ સૌથી પહેલા દીકરીઓ માટે ખોલવી જોઈએ.”
તેમની જીવનસાથી સાવિત્રીબાઈ ફૂલએ પણ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સ્ત્રી શિક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું.
महान समाज सुधारक महात्मा फुले की 200वीं जयंती वर्ष के समारोहों का शुभारंभ हो रहा है। उन्होंने अपना पूरा जीवन शिक्षा, ज्ञान और जन कल्याण को समर्पित कर दिया। वे कैसे आज भी करोड़ों देशवासियों के लिए प्रेरणापुंज बने हुए हैं, इसी को लेकर मैंने इस आलेख में अपने विचार रखे हैं।…
— Narendra Modi (@narendramodi) April 11, 2026
સમાનતા અને ન્યાય માટેનો સંદેશ
પીએમ મોદીએ ફૂલેના વિચારને ટાંકતા કહ્યું કે, જ્યાં સુધી સમાજમાં દરેક વ્યક્તિને સમાન અધિકાર નહીં મળે ત્યાં સુધી સાચી સ્વતંત્રતા શક્ય નથી. આ વિચાર આજે પણ ભારત માટે માર્ગદર્શક છે.
સત્યશોધક સમાજ અને ખેડૂત હિત
મહાત્મા ફૂલે દ્વારા સ્થાપિત ‘સત્યશોધક સમાજ’ એ સમાજમાં અંધશ્રદ્ધા અને ભેદભાવ સામે લડત આપી હતી. તેમણે ખેડૂતો અને મજૂરોના હિત માટે પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું, જેના કારણે તેઓ ગ્રામ વિકાસના અગ્રણીઓમાં ગણાય છે.
‘નવીનીકરણ’નું વર્ષ
પીએમ મોદીએ 2022માં પોતાની Pune મુલાકાતને યાદ કરતાં જણાવ્યું કે મહાત્મા ફૂલેની 200મી જન્મજયંતીનું વર્ષ દેશ માટે શિક્ષણ, ન્યાય અને સામાજિક સમરસતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ‘નવીનીકરણ’ કરવાનું વર્ષ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel